Photo of Khandvi by Dipika Ranapara at BetterButter
543
2
0.0(2)
0

Khandvi

Jun-24-2018
Dipika Ranapara
1 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1વાડકી ચણાનો ઝીણો લોટ
  2. 3 વાડકી છાસ
  3. મીઠું પ્રમાણસર
  4. હળદર 1/4 ચમચી
  5. વઘાર ની સામગ્રી
  6. 1ચમચી તેલ
  7. 1/2 ચમચી રાઇ
  8. 1ચમચી તલ
  9. 3 નંગ ઝીણા સમારેલા લીલાં મરચાં
  10. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  11. ખમણેલું નાળિયેર સજાવટ માટે

સૂચનાઓ

  1. માઇક્રોવેવ સેફ બાઉલ માં ચણાનો લોટ, મીઠું પ્રમાણસર અને હળદર નાખી બરાબર હલાવી લો
  2. છાસ નાખી બરાબર ફેટી લો.
  3. હવે માઇક્રોવેવ માં 1મીનીટ માટે બાફવા મૂકો.
  4. પછી બહાર નીકળીને ફરીથી ફેટી લો.
  5. આ રીતે 4-5 વાર કરો.
  6. એક થાળી ઉંધી પાડી તેના પર તેલ ચોપડી બફેલુ મીશ્રણ પાતળાં પડ માં ફેલાવો.
  7. એક થી ડોઢ ઇચ ની લાંબી પટ્ટી માં કાપા પાડીને ગોળ રોલ બનાવી લો.
  8. હવે એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઇ, તલ, લીલા મરચાં ઝીણા સમારેલા નાખી ખાડવી ના રોલ પર રેડો.
  9. ખમણેલું નાળિયેર અને ઝીણી સમારેલી કોથમીર નાખી સજાવો.

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-20-2018
Rina Joshi   Sep-20-2018

હુ પણ આમ જ બનાવુ

Rani Soni
Jun-24-2018
Rani Soni   Jun-24-2018

Superb

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર