Photo of Dal bati by Rani Soni at BetterButter
2896
3
0.0(1)
1

Dal bati

Jun-28-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • રાજસ્થાન

સામગ્રી સર્વિંગ: 3

  1. બાટી બનાવવા: ઘઉં નો લોટ – 2 કપ
  2. ઘઉં નો કકરો લોટ 1/2 કપ
  3. તેલ – 1/2 કપ
  4. અજમો –1/2 ચમચી
  5. બેકિંગ સોડા – 1/2 ચમચી
  6. થોડું ગરમ પાણી લોટ બાંધવા
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ઘી 2 કપ
  9. મિક્ષ દાળ માટે:  
  10. તુવેર દાળ – 1 કપ
  11. અડદ દાળ 2 ચમચી
  12. મગ દાળ 2 ચમચી
  13. ચણા દાળ –2 ચમચી
  14. તેલ 4 ચમચી
  15. હિંગ – 1-2 ચપટી
  16. આખા લાલ મરચાં 2
  17. લવિંગ 2
  18. તજપાન 2
  19. લીમડો 4-5 પાન
  20. જીરૂ 1 ચમચી
  21. હળદર પાવડર ½ ચમચી  
  22. ધાણાજીરુ પાવડર 1 ચમચી
  23. લાલ મરચું પાવડર 1 ચમચી
  24. ટામેટાં – 2 નંગ
  25. ડુંગળી 1 નંગ
  26. લીલા મરચા- 1-2
  27. આદુ – 2 ઇંચ લાંબો ટુકડો
  28. લસણ 4-5 કળી
  29. ગરમ મસાલા – 1/4 ચમચી
  30. કોથમીર – બારીક સમારેલી 1 ચમચી
  31. સ્વાદમુજબ માટે મીઠું
  32. લીંબુ 1

સૂચનાઓ

  1. દાળ બાટી બનાવવા માટે: ઍક બાઉલમાં ઘઉં નો લોટ અને કકરો લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો .
  2. તેલ માં સોડા મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો .
  3. નવસેકા પાણી ની મદદ થી ભાખરી ની કણક જેવી કણક તૈયાર કરો .
  4. 20 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય.
  5. 20 મિનિટ પછી, તેલ વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો
  6. કણક ના મધ્યમ કદના ગોળા બનાવો.
  7. બાટી ના ઓવન ને ગરમ કરો .
  8. ઓવન ગરમ થાય એટલે બાટી ઉપર તેલ લગાવીને બાટી ને ઓવન ના કુકર ની જાળી ઉપર મુકો
  9. હવે ધીમા તાપ થી શેકી લો
  10. 10-15 મિનિટ થશે શેકાતા
  11. સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો
  12. દાળ બનાવવા: બધી દાળ ધોઈ ને કુકર માં જરૂર મુજબ પાણી અને હળદર નાખી ને 2 સિટી વાગ્વા દો.
  13. લીલા મરચા ,આદુ લસણ ને વાટી ને પેસ્ટ બનાવો
  14. ડુંગળી ટામેટા ને ઝીણા સમારો
  15. એક ફ્રાયિંગ પેન માં તેલ ગરમ કરવા મૂકો.
  16. હિંગ અને જીરું ઉમેરો.
  17. આખા લાલ મરચાં ,તજપlન,લવિંગ , લીમડો ઉમેરી
  18. તેમાં આદુ મરચા લસણ ને નાંખી સાંતળી લો
  19. ત્યાર બાદ ડુંગળી નાંખો અને સાંતળો
  20. ટામેટા નાખો .ટામેટા ચઢે એટલે બધા મસાલા નાખી
  21. જરૂર મુજબ પાણી નાખી બાફેલી દાળ નાખો
  22. લીંબુ નો રસ નાખો
  23. હવે ઉકાળી લો .
  24. દાળ બન્યા પછી કોથમીર નાખો.
  25. દાળબાટી તૈયાર છે
  26. તેને લસણ કોથમીર ની ચટણી ,ચુરમા અને ગરમ ઘી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Renuka Doshi
Jun-28-2018
Renuka Doshi   Jun-28-2018

Suparab :yum::yum::yum::yum:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર