હોમ પેજ / રેસિપી / પનીર જલેબી

Photo of Paneer jalebi by Apeksha's Kitchen at BetterButter
1455
2
0.0(0)
0

પનીર જલેબી

Jul-17-2018
Apeksha's Kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર જલેબી રેસીપી વિશે

જલેબી તો તમે બધાએ ખાધીજ હસે પણ આજે આપણે કંઈક અલગ પનીરની જલેબી બનાવીશું. જે તમનેતો ભજવશે પણ સાથે સાથે તમારા મહેમાન પણ તમારી તારીફ કરશે. આ જલેબી તમે તહેવાર મા તો બનાવીજ શકોછો પણ એમ પણ આડા દિવસોમાં બનાવી તમારા પરિવારજનો નું મન જીતી શકોછો.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 150 ગ્રામ પનીર
  2. 2 ટેબલ-સ્પુન મેંદો
  3. 1/2 ટી-સ્પુન બેકિંગ પાવડર
  4. તળવા માટે તેલ
  5. 1 વાટકી ખાંડ
  6. 1 વાટકી પાણી
  7. ઈલાયચી પાવડર
  8. 5,6 કેસર ના તાર

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધીને ફાડી તેમાંથી પનીર અલગ કરીલો.
  2. એક તપેલીમાં ખાંડ અને પાણી લઈને ઉકળવા મુકો. ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તેમાં તાર બનાવવાના નથી. ફક્ત ચાસણીને ઘટ્ટ કરવાની છે.
  3. હવે તેમા ઈલાયચી પાવડર અને કેસર નાખીદો.
  4. મિક્સરમાં પનીર નાખી તેને 5 મિનિટ માટે ચીકનું થાય ત્યાં સુધી ફેરવીલો. હવે તેને એક વાસણમાં કાઢીલો.
  5. એક બાઉલમાં મેંદો લઇને તેમા થોડું પાણી નાખીને ખીરા જેવું બેટર તૈયાર કરો. હવે તેમાં પનીર નાખી બરાબર મિક્સ કરી લો જો બેટર ઘટ્ટ લાગે તો થોડું પાણી એડ કરી શકાય.
  6. હવે તેને કેચપની બોટલમાં કાઢીલો. તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જલેબી ઉતારીલો.
  7. ગોલ્ડન થાય એટલે કાઢી ને ચાસણીમાં 2,3 મિનિટ માટે ડુબાડી રાખો.
  8. હવે ગરમાગરમ જલેબી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર