હોમ પેજ / રેસિપી / ઇન્દોરી ડ્રાયફ્રુટ શિકનજી

Photo of Indori dryfruit shikanji by Kamal Thakkar at BetterButter
540
0
0.0(0)
0

ઇન્દોરી ડ્રાયફ્રુટ શિકનજી

Jul-19-2018
Kamal Thakkar
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્દોરી ડ્રાયફ્રુટ શિકનજી રેસીપી વિશે

આપડે લીંબુ ની શિકનજી જાણીએ છીએ પણ આ ઇન્દોરી શિકનજી બૌ ઓછા લોકો ને ખબર હોય છે.અમે ઇન્દોર રેટ ત્યારે જે દિવસે ઉપવાસ હોય એ દિવસે શિકનજી પીવા ચોક્કસ જતા:blush:.આ શિકનજી એકદમ ઠંડી અને પેટ સાથે આત્મા ને પણ તૃપ્તિ આપે એવી છે.આમા દૂધ ની રબડી,દહીં નો ચક્કો તથા સૂકા મેવા નાખવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • મધ્ય પ્રદેશ
  • ફ્રીઝ કરવું
  • ઠંડા પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દૂધ ૫૦૦ મિલી લિટર
  2. દહીં ૨૦૦ ગ્રામ
  3. ખાંડ ૩ ટેબલ સ્પૂન
  4. મિક્સ સૂકા મેવા(કાજુ,બદામ,કિસમિસ,પિસ્તા) ૨ ટેબલ સ્પૂન
  5. એલચી પાવડર ૧/૨ ટી સ્પૂન
  6. પિસ્તા બદામ બારીક સમારેલા ઉપર છાંટવા માટે

સૂચનાઓ

  1. દૂધ ને એક જાડાં તળિયા વાળા વાસણ માં ઉકળવા મુકો.
  2. દહીં ને એક મલમલ ના કપડાં માં નાખી દો.
  3. આને બાંધીને અર્ધો કલાક લટકાવિ દો, એટલે બધું પાણી નીતરી જાય અને ચક્કો અલગ થઇ જાય.
  4. દૂધ ઉકળવા માંડે એટલે એમ ૧૫-૨૦ દોરા કેસર ના નાખો.
  5. દૂધ ૧/૩ જેટલું રઇ જાય ત્યાં સુધી ઉકાળો.
  6. દૂધ ઠંડુ થાય એટલે દહીં નો ચક્કો તથા દૂધ ની રબડી ફ્રિજ માં ઠંડુ થવા મુકો.
  7. ૪-૫ કલાક પછી રબડી,ચક્કો,ખાંડ,થોડા સૂકા મેવા બધુજ મિક્સર જાર માં નાખો અને ફેરવી લો.
  8. આ શિકનજી બે ગ્લાસ માં નાખો અને ઉપર થી બદામ પિસ્તા ના કટકા છાંટીને ઠંડી ઠંડી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર