હોમ પેજ / રેસિપી / ખાંડવી લઝાનીઆ

Photo of Khandvi Lasagna by Dimpal Patel at BetterButter
582
0
0.0(0)
0

ખાંડવી લઝાનીઆ

Aug-02-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી લઝાનીઆ રેસીપી વિશે

ખાંડવી એક ગુજરાતી ડીશ છે પણ મેં તેમાં શાકભાજી, મેગી અને ચીઝ ઉમેરીને લઝાનીઆનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખાંડવી માટેની સામગ્રી :
  2. બેસન - ૧ કપ
  3. છાશ - ૩ કપ
  4. હીંગ - ૧/૪ નાની ચમચી
  5. લીલા મરચાં અને આદુની પેસ્ટ - ૧ મોટી ચમચી
  6. હળદર - ૧/૪ નાની ચમચી
  7. મીઠું - ૧/૪ નાની ચમચી
  8. વઘાર માટેની સામગ્રી :
  9. તેલ - ૨ મોટી ચમચી
  10. રાઈ - ૧/૨ નાની ચમચી
  11. તલ - ૧/૨ નાની ચમચી
  12. પહેલાં પડ માટેની સામગ્રી :
  13. યીપી નૂડલ્સ - ૧ પેકેટ
  14. લાલ મરચા ની ભૂકી - ૧ નાની ચમચી
  15. મેયોનીઝ - ૨ મોટી ચમચી
  16. ટામેટાં કેચપ - ૧ મોટી ચમચી
  17. છીણેલું ચીઝ - ૨ મોટી ચમચી
  18. મીઠું - ૧/૪ નાની ચમચી
  19. બીજા પડ માટેની સામગ્રી :
  20. કાપેલા કાંદા - ૧ મોટી ચમચી
  21. કાપેલા ટામેટાં - ૧ મોટી ચમચી
  22. કાપેલા સિમલા મરચાં - ૧ મોટી ચમચી
  23. કાપેલું કોબીજ - ૧ મોટી ચમચી
  24. કાપેલા ગાજર - ૧ મોટી ચમચી
  25. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ નાની ચમચી
  26. કાળા મરી નો પાવડર - ૧ મોટી ચમચી
  27. મેયોનીઝ - ૨ મોટી ચમચી
  28. ટામેટા કેચપ - ૧ મોટી ચમચી
  29. છીણેલું ચીઝ - ૨ મોટી ચમચી
  30. મીઠું - ૧/૪ નાની ચમચી
  31. ત્રીજા પડ માટેની સામગ્રી :
  32. કોથમીર ની ચટણી - ૧ મોટી ચમચી
  33. કોપરાનું ખમણ - ૧ નાની ચમચી
  34. છીણેલું ચીઝ - ૧ મોટી ચમચી
  35. સજાવટ માટેની સામગ્રી :
  36. ખાંડવી રોલ
  37. કોપરાનું ખમણ
  38. છીણેલું ચીઝ
  39. કોથમીર
  40. છીણેલું કોબીજ અને ગાજર

સૂચનાઓ

  1. એક પેણીમાં બેસન , લીલા મરચાં - આદુની પેસ્ટ , હીંગ , હળદર અને મીઠું લઇ બરાબર મિક્ષ કરવું. અંદર ગઠ્ઠા રહેવા ન જોઈએ.
  2. આ પેણી ને ગેસ પર મૂકી સતત હલાવતા રહેવું. મધ્યમ આંચ પર ૧૦ મિનિટ થવા દેવું.
  3. હવે થાળીમાં કે રસોડા પર તેલ લગાડી દેવું.
  4. બેસન ના મિશ્રણને ત્યાં પાથરી દેવું.
  5. હવે તેમાંથી ૩ લંબચોરસ ટુકડા કરવા. એ પણ એવી રીતે કરવા કે એક ટુકડો સૌથી મોટો , બીજો એનાથી નાનો અને ત્રીજો બીજાથી પણ નાનો. થોડા રોલ બનાવી લેવા.
  6. ખાંડવી લઝાનીઆ ની રીત :
  7. યીપી નૂડલ્સને પેકેટ પરની સૂચના પ્રમાણે બનાવી લેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું , મીઠું અને કેચપ મિક્સ કરવો.
  8. બીજા બાઉલમાં કાપેલા શાકભાજી , મેયોનીઝ ,લીલા મરચાં ની પેસ્ટ , મીઠું અને કાળા મરી નો પાવડર મિક્સ કરવો.
  9. હવે પીરસવાની ડીશમાં ખંડવીનો મોટો ટુકડો મૂકવો. તેની ઉપર મેયોનીઝ લગાડવું. પછી યીપી નું મિશ્રણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવી.
  10. તેની ઉપર ખાંડવી નો બીજો ટુકડો મુકવો. તેની ઉપર કેચપ લગાડવો. તેની ઉપર શાકભાજીનું મિશ્રણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવી.
  11. ત્યારબાદ તેની ઉપર ખાંડવીનો ત્રીજો ટુકડો મુકવો. તેની ઉપર કોથમીરની ચટણી લગાડવી. તેની ઉપર કોપરાનું ખમણ પાથરવું. તેની ઉપર ચીઝ છીણવું.
  12. તેની ઉપર ખાંડવી રોલ મુકવો.
  13. બીજી પેણીમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ અને તલ નાખવા. અને આ વઘાર લઝાનિઆ ની ઉપર નાંખવો.
  14. છીણેલા ગાજર , કોબીજ , કોપરાનું ખમણ , કોથમીરથી સજાવવું. ઉપરથી ચીઝ છીણી લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર