હોમ પેજ / રેસિપી / Khata dhhokla with green chatni

Photo of Khata dhhokla with green chatni by Varsha Joshi at BetterButter
361
0
2.0(0)
0

Khata dhhokla with green chatni

Aug-03-2018
Varsha Joshi
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. અડધો કપ ચણા દાળ
  2. એક કપ ચોખા
  3. ૨ ચમચી આદુ લસણની પેસ્ટ
  4. અડધો કપ ખાટું દહીં
  5. પા ચમચી બેકિંગ સોડા
  6. પા ચમચી હળદર
  7. ૧ ચમચી તેલ
  8. અડધો કપ પાણી
  9. સ્વાદાનુસાર મીઠું
  10. વઘાર માટે ૨ ચમચી તેલ
  11. અડધી ચમચી રાઈ
  12. અડધી ચમચી જીરૂ
  13. અડધી ચમચી તલ

સૂચનાઓ

  1. ચણા ની દાળ તથા ચોખા ને એક રાત પહેલા ૮ કલાક પાણીમાં પલાળી દો.સવારે તેને પાણીમાંથી નિતારી અડધો કપ પાણી અને દહીં મેળવીને મિક્સરમાં ક્રશ કરી લો.આ ખીરું ન તો બહુ ગાઢ કે ન તો બહુ પતલુ થવું જોઈએ.
  2. એક થાળીમાં તેલ લગાવી ચીકણી કરી લો.ઢોકળાના કૂકરમાં ૨-૩ ગ્લાસ પાણી નાંખો તેને ગરમ થવા દો.ખીરામા ૧ મોટી ચમચી તેલ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી હલાવી લો.તયારપછી તેમાં સોડા નાખી હલાવી લો.થાળી માં ખીરું પાથરી દો. ઉપર થોડું લાલ મરચું પાવડર છાંટો.અને બફાવા દો.
  3. ૧૦-૧૫ મિનિટ પછી ચાકુની અણીથી ઢોકળાં ચડી ગયા કે નહીં તે જૂઓ જો ચાકુને ચોંટે તો થોડું હજુ બફાવા દો.બફાઈ જાય તો થાળી થોડી ઠંડી પડે એટલે શક્કરપારા જેવા શેપમા કાપી લો.
  4. ત્યારપછી વઘારિયામા બે ચમચી તેલ ગરમ કરી તલ,રાઈ, જીરું નાખી તોડવા દો. ત્યારબાદ વઘાર ઢોકળાં ની ડિશમાં પાથરી દો.ઢોકળા તૈયાર છે.
  5. લીલી ચટણી માટે કોથમીર, ફૂદીનો,૫૦ ગ્રામ સિંગદાણા,૫ કળી લસણ, મીઠું,૨ લીલા મરચા, એક ચમચી ખાંડ નાખીને મિક્સરમાં ક્રશ કરી લો. ઉપર લીંબુ નીચોવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર