Photo of Dal Dhoklli by Anjali Kataria at BetterButter
758
5
0.0(1)
0

Dal Dhoklli

Aug-11-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) દાળ માટે
  2. ૧ કપ સમારેલા બટેટા
  3. ૧/૨ કપ સમારેલા કાંદા
  4. ૧/૪ કપ સમારેલા ટામેટા
  5. ૧/૨ કપ કુલેવર
  6. ૧/૪ કપ બાફેલી શીંગ ના દાણા
  7. ૨ મોટી ચમચી તેલ
  8. ૧ નાની ચમચી આદું મરચા ની પેસ્ટ
  9. ૧/૨ નાની ચમચી લસણ ની પેસ્ટ
  10. ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  11. ચપટી હિંગ
  12. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  13. ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  14. ૧ નાની ચમચી ધાણા જીરુ પાવડર
  15. ૨-૩ લાલ સુકા મરચા
  16. ૫-૭ મીઠો લીમડાના પાન
  17. ૧ મોટી ચમચી લીંબુનો રસ
  18. ચપટી સુકી કસુરી મેથી
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. પાણી જરૂરિયાત મુજબ
  21. ૧ વાટકી તુવેરની દાળ
  22. કોથમીર સજાવટ માટે
  23. બ) ઢોકળી માટે
  24. ૧ કપ ઘઉંનો લોટ
  25. ૧/૪ કપ ચણાનો લોટ
  26. ચપટી હળદર
  27. લાલ મરચું પાવડર જરૂરિયાત પ્રમાણે
  28. મીઠું સ્વાદ અનુસાર
  29. પાણી જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તુવેરની દાળને બાફી લો.
  2. એક કડાઈ લો.
  3. તેમાં તેલ ગરમ મૂકો.
  4. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો.
  5. ચપટી હિંગ નાખો.
  6. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં લાલ સૂકું મરચું અને લીમડાના પાન નાખો.
  7. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો.
  8. ઝીણા સમારેલા કાંદા ઉમેરો.
  9. કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાંતળો.
  10. હવે તેમાં ટમેટા ઉમેરો.
  11. એક થી બે મિનિટ સુધી ચઢવા દો.
  12. હવે તેમાં બટેટા ઉમેરીને બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો.
  13. ફૂલેવર નાખી મિક્સ કરો.
  14. હવે લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરુ પાવડર, મીઠું વગેરે નાખીને હલાવો.
  15. થોડું પાણી ઉમેરો.
  16. મિશ્રણને પાંચ મિનિટ ચડવા દો.
  17. હવે બફાયેલી દાળને કૂકરમાં થી કાઢી લો.
  18. તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને તેને જેરણી ની મદદથી ક્રશ કરી લો.
  19. હવે તેમાં શાકભાજી નું મિશ્રણ ઉમેરીને ગેસ પર ઉકાળવા મુકો.
  20. એક કાથરોટ લો.
  21. તેમાં ઘઉં અને ચણાનો લોટ ઉમેરો.
  22. મરચું પાવડર, હળદર અને મીઠું નાખો.
  23. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  24. લોટ બંધાઈ જાય એટલે તેને પાંચ મિનિટ સુધી રહેવા દો.
  25. ત્યારબાદ ઢોકળી ના લોટ ના ગુંદલા કરીને તેને રોટલી કરતાં સહેજ જાડા વણી લો.
  26. છરી ની મદદ થી તેના ટુકડીના આકારમાં કાપા પાડી લો.
  27. આ ઢોકળીને ઉકળતી દાળ ના મિશ્રણ માં નાખો.
  28. લીંબુનો રસ નાખો.
  29. સુકી કસુરી મેથી નાખીને બરાબર મિક્સ કરી લો.
  30. જો મિશ્રણ તમને જાડું લાગે તો તમે થોડું પાણી ઉમેરો.
  31. ૧૦-૧૫ મિનિટ સુધી ચઢવા દો.
  32. ઢોકળી ચડી ગઈ છે કે નહીં તે ચેક કરી લો.
  33. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  34. ગરમાગરમ દાળ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Good one

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર