હોમ પેજ / રેસિપી / કોર્ન બોન્દા

Photo of Corn bonda by Shraddha Patel at BetterButter
942
2
0.0(0)
0

કોર્ન બોન્દા

Sep-10-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન બોન્દા રેસીપી વિશે

મકાઈ મા ફાઇબર સારી માત્રા મા રહેલું હોય છે જે આપણા શરીર માટે ખુબજ સારું છે તો મકાઈ નો ઉપયોગ કરી ને અવનવી વાનગીઓ બનાવી શકાય. આ ડીશ ખુબજ ઝડપ થી બની જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. બે નંગ મકાઈ ના ડોડા
  2. અડધો કપ મકાઈ નો લોટ
  3. અડધો કપ ચણા નો લોટ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. બે તીખી મરચી
  6. એક કપ ઝીણી સમારેલી કોથમીર
  7. એક નંગ મોટી ડુંગળી
  8. ત્રણ ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  9. એક ચમચી હળદર
  10. અડધી ચમચી બેકિંગ સોડા
  11. એક કપ ખાટી છાસ
  12. એક ચમચી અજમા
  13. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી લો અને મિક્સર જાર મા મકાઈ ના દાણા અને મરચી નાખી અધકચરા પીસી લો. ડુંગળી ને બારીક સમારી લો.
  2. તળવા માટે તેલ ગરમ કરવા મૂકો.
  3. હવે પીસેલી મકાઈ અને મરચી ને એક વાસણ મા લો. તેમાં મકાઈ નો લોટ અને ચણા નો લોટ ઉમેરો.
  4. ત્યારબાદ તેમાં છાસ ઉમેરો અને મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અજમા, આદુ-લસણ ની પેસ્ટ, સમારેલી ડુંગળી, સમારેલી કોથમીર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લો.
  5. હવે ગરમ તેલ મા તૈયાર કરેલ મિશ્રણ ના હાથ વડે નાના નાના બોન્દા પાડી ગોલ્ડન એવા તળી લો.
  6. ગરમાગરમ કોર્ન બોન્દા ને મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર