હોમ પેજ / રેસિપી / ઇદડા

Photo of White khatta dhokla by Isha Soni at BetterButter
0
3
0(0)
0

ઇદડા

Sep-28-2018
Isha Soni
600 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇદડા રેસીપી વિશે

ગુજરાત માં આ વાનગી ફેમસ છે બાળકો ટિફિન માં આ હોઈ તો ફિનિશ કરીને આવે છે ને કેરીના રસ સાથે વધારે બનાવામાં આવે છે

રેસીપી ટૈગ

 • વેજ
 • બાળકો માટે વાનગીઓ
 • ગુજરાત
 • પ્રેશર કુક
 • પીસવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1-૩વાટકી ચોખા
 2. 2-૧ વાટકી અડદ દાળ
 3. 3-૧/2 ટી.સ્પૂન મેથીના દાણા
 4. 4-૧વાટકી ખાટું દહીં
 5. 4-મીઠું (સ્વાદ અનુસાર)
 6. 5-૧સ્ટ્રીપ ઇનો
 7. 6-૩ટી.સ્પૂન તેલ
 8. 7-૧ ચમચી મરી પાવડર
 9. #વઘાર માટે#
 10. 1-૨ટી.સ્પૂન તેલ
 11. 2-૧/૩ ટી.સ્પૂન રાઈ
 12. 3-૭-૮ નંગ લીમડાના પાન
 13. 4-૨નંગ લીલા મરચાં
 14. 5-ચપટી હિંગ
 15. 6-૨ટી.સ્પૂન સમારેલા ધાણા
 16. વઘાર માટે લીધેલી સામગ્રી ૧થાળી માં કરવાની છે માટે અલગ અલગ થાળી માટે જ્યારે ડિશ ઉતરે ત્યારે કરવાનો.

સૂચનાઓ

 1. સ્ટેપ-1. ૧ (૧)-સૌ પ્રથમ દાળ ચોખાઅને મેથીના દાણા નાખી ને ધોઈ લો .પછી પલાળી રાખો. (2)- ૪-૫ કલાક રાખવું પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો . (3)-મિકસરના જાર માં પલાળેલી સામગ્રી અને મીઠું ,ખાટું દહીં ,નાખીથોડું કકરું વાટવું. (4)-બેટર ને તપેલી માં કાઢી ચમચીથી હલાવી ૫ કલાક આથો લાવવા માટે રાખવો. #સ્ટેપ -2# (1)-આથો આવી જાય એટલે ફિણીને એમાં ઈનો નાંખવો તેલ નાખવું . (2)-ઢોકરિયા ના કૂકર માં પાણી ગરમ મૂકીને થાળી તેલ થી ગ્રીસ કરી લેવી . (3)મોટી થાળી હોઈ તો ૨-૧/૨ ચમચા જેટલું ખીરુ રેડી લેવું એના ઉપર મરી પાવડર સ્પ્રેડ કરવો. (4)- ૨૦ મિનીટ થવા દેવું પેહલી ૫મિનિટ ગેસ ફાસ્ટ રાખવો પછી ધીમો કરવો. (5)- ૧૫ મિનિટ થાય એટલે ચપ્પુ થી ચેક કરવું .ચોંટે નહીં એટલે નીચે ઉતારી લેવી. (6)-કટર થી કટ કરી ને પીસ કરી લેવા. (7)-વગારીયામાં તેલ મૂકી રાઈ નાખવી સાતળે એટલે લીલા મરચાં સાંતળવા પછી લીમડાનાં પાન, ,હિંગ નાખીને ઇદડા પર સ્પ્રેડ કરવો. (8)- સર્વિંગ પ્લેટ માં મૂકી ધાણા થી સર્વ કરવા. તમારે જાડા ઉતારવા હોઈ તો બેટર વધારે નાખવું પડશે પાતળા ઉતારવા હોઈ તો રેસીપી પ્રમાને નાખી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર