હોમ પેજ / રેસિપી / દાલ ફ્રાઈ જીરા રાઇસ

Photo of Dal Fry Jeera Rice by Rupa Thaker at BetterButter
1918
2
0.0(0)
0

દાલ ફ્રાઈ જીરા રાઇસ

Oct-01-2018
Rupa Thaker
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ ફ્રાઈ જીરા રાઇસ રેસીપી વિશે

પૌષ્ટીક આહાર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • પેન ફ્રાય
  • પ્રેશર કુક
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧) ૧ વાટકો તુવેર દાળ
  2. ૨) ૨ વાટકી બાસમતી ચોખા
  3. ૩) ૨ મિડીયમ ટમેટા
  4. ૪) ૨ મિડીયમ ડુંગળી
  5. ૫) ૨ લીલા મરચાં
  6. ૬) ૩ થી ૪ લસણ ની કળી
  7. ૭) અડધી ચમચી જીરું
  8. ૮) તેલ વઘાર માટે ૩ ચમચી
  9. ૯) લીમડો વઘાર માટે
  10. ૧૦) એક પીંચ હીંગ
  11. ૧૧) ઘી ૨ નાની ચમચી
  12. ૧૨) લીંબુનો રસ અડધી ચમચી
  13. ૧૩) ગરમ મસાલો અડધી ચમચી
  14. ૧૪) અડધી ચમચી હળદર
  15. ૧૫) થોડા ધાણા

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ દાળ ને આખે દાણે બાફવી (કુકર મા ૩ સીટી)
  2. ૨) એક લોયા મા તેલ અથવા ઘી લેવુ
  3. ૩) તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, જીરુ, લીમડો અને હીંગ નાખવી
  4. ૪) ત્યાર બાદ તેમા ઝીણી સમારેલી ડુંગળી અને ટમેટા અને લીલા મરચાં નાના ટુકડા નાખવા
  5. ૫) ૨ થી ૩ મીનીટ સાતળવુ પછી તેમા ચપટી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરવુ
  6. ૬) તેમા બાફેલી દાળ નાખી ૧૦ મીનીટ ઉકાળવું
  7. ૭) તેમા અડધી ચમચી લીંબુનો રસ નાખવો
  8. ૮) ઉપર ધાણા ભભરાવા
  9. ૯) બાસમતી ચોખા ને દસ મીનીટ પલાળવા પછી એ પાણી કાઢી બે ગ્લાસ પાણી નાખી અડધી ચમચી મીઠું નાખી એક ચમચી ઘી નાખી મિડીયમ તાપે ગેસ પર રાખવું
  10. ૧૦) આખે દાણે બાફયા પછી તે પાણી કાઢી લેવુ (ચારણી મા નાખી ઓસાવવા)
  11. ૧૧) બે ચમચી ઘી મા અડધી ચમચી જીરું નાખી ભાત નો વઘાર કરવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર