હોમ પેજ / રેસિપી / ભાખરી પેન પીઝા

Photo of Bhakhri Pan Pizza by Meghna Sodha at BetterButter
1597
5
0.0(0)
0

ભાખરી પેન પીઝા

Oct-05-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાખરી પેન પીઝા રેસીપી વિશે

પીઝાનુ હેલ્ધી વજૅન

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કઠણ કણક બાંધી ને બનાવેલી ભાખરી ૪ નંગ
  2. 2 ચમચી ઓલિવ ઓઈલ
  3. ૨૧/૨ કપ સમારેલા ટામેટા
  4. ૫ ટેબલસ્પૂન સમારેલી બેસીલ
  5. ૧ ટી સ્પૂન ઓરેગાનો
  6. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  7. ૨ ટી સ્પૂન જૈન ટોમેટો કેચઅપ
  8. ૧/૨ ટી સ્પૂન મરી પાવડર
  9. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  10. ૧ ટી સ્પૂન ખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચીઝ ક્યુબ 3 કે 4
  13. ઝીણા સમારેલા કેપ્સીકમ 1 ટે.સ્પૂન
  14. બાફેલા કેપ્સીકમ 2 ટે.સ્પૂન
  15. બટર માં સાંતળેલા પનીર ના ટુકડા 1 કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈમાં ઓલીવ ઓઈલ લો.
  2. ગરમ થાય એટલે તેમાં ટામેટા ઉમેરી ચઢવો.
  3. પછી બેસીલ ઉમેરી ચઢવો.
  4. પછી ટોમેટો કેચઅપ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મરી પાવડર, ખાંડ, લાલ મરચું, મીઠું ઉમેરી મિક્સ કરો.
  5. ઠંડુ પડે એટલે મીક્ષરમાં ક્રશ કરી લો.
  6. જૈન પીઝા સોસ તૈયાર છે.
  7. હવે એક બાજુ ઉપર કાચી પાકી શેકેલી એવી ભાખરી લો.
  8. કાચી પાકી બાજુ નીચે તરફ રાખી, ઉપરની બાજુએ પીઝા સોસ લગાવો.
  9. તેની ઉપર સમારેલા કેપ્સીકમ, બાફેલા કોનૅ અને પનીર નું ટોપીગ કરો.
  10. તેની ઉપર ચીઝ છીણી લો.
  11. ઉપર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી ભભરાવો.
  12. હવે પીઝાને નોનસ્ટિક પેનમાં લો, અને ઢાંકણ ઢાંકી દો.
  13. ચીઝ પીગળે એટલે કટ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર