હોમ પેજ / રેસિપી / બટેટાની કટલેશ.

Photo of Potato Cutlet by Hiral Pandya Shukla at BetterButter
723
5
0.0(0)
0

બટેટાની કટલેશ.

Oct-06-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટાની કટલેશ. રેસીપી વિશે

મેં કટલેશ ની સાથે એ જ મસાલા માંથી થોડીક પેટીશ પણ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા બટાકા ૪૦૦ ગ્રામ
  2. શિંગોડા નો લોટ ૫૦ ગ્રામ
  3. મગફળીના દાણા દરદરા પીસેલા ૫૦ ગ્રામ
  4. કોથમીર ઝીણી સમારેલી ૨ થી ૩ ચમચી
  5. ઘી ૨ થી ૩ ચમચી
  6. આદુ અડધી ચમચી ઝીણું કાપેલું
  7. લીલા મરચાં અડધી ચમચી ઝીણા કાપેલા
  8. મરી પાવડર અડધી ચમચી
  9. સીંધાલૂ મીઠું સ્વાદ પ્રમાણે
  10. તેલ તળેવા માટે

સૂચનાઓ

  1. બટાકા ફોલી છીણી લેવા.
  2. તેમાં મીઠું, મરી પાવડર, લીલા મરચાં, આદૂ, મગફળી નો ભુક્કો, કોથમીર, શીંગોડા નો લોટ નાંખી મીક્ષ કરી લો.
  3. હાથમાં તેલ લગાવીને ગોળી વાળી હાથ થી દબાવી ને ચપટી ટિકકી બનાવી લો.
  4. તમે તવા પર બે થી ત્રણ ચમચી ઘી મૂકી સોનેરી રંગ ની થાય ત્યાં સુધી શેકી લેવી. ( મે તેલ મા ડીપ ફ્રાય કરી છે)
  5. ગરમાગરમ કટલેટ તૈયાર છે એને કોથમીર ની ચટણી સાથે પીરસો.
  6. પેટીશ માટે:-
  7. મેં કટલેટ ના નાના ગોળા બનાવી લીધાં.
  8. ઉપર ના પળ માટે બે બટાકા બાફીને માવો કરીને એક ચમચી આરાલોટ મીક્સ કરી નાની થેપલી બનાવી ને કટલેટ ના ગોળા એમાં મુકીને બંધ કરી દો.
  9. થેટલી ની અંદર આ રીતે ભરવું.
  10. બનાવેલ ગોળા.
  11. હવે એને શિંગોડા નાં લોટ માં રગદોળી લેવા. પેટીશ ને પણ કટલેટ નો આકાર આપો.
  12. એને પણ તળી લો.
  13. તૈયાર છે પેટીશ.
  14. મેં સાથે બટેટા ની સુકી ભાજી પણ બનાવી હતી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર