હોમ પેજ / રેસિપી / પાન સંદેશ

Photo of PAAN SANDESH by Deepa Rupani at BetterButter
901
2
0.0(0)
0

પાન સંદેશ

Nov-17-2018
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન સંદેશ રેસીપી વિશે

પાન સંદેશ મોટાભાગ ના પ્રદેશોમાં ભોજન પછી મોઢામાં તાજગી આપનાર મુખવાસ ની પરંપરા છે. તેમજ ઘણા પ્રદેશોમાં ભોજન પછી મીઠાઈ/ડેઝર્ટ ની પરંપરા હોય છે. "કુછ મીઠા હો જાયે"... અહીં હું મીઠાઈ અને પાન જોડીને હલકી મીઠી પરંતુ સ્વાદિષ્ટ વાનગી બનાવીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • પશ્ચિમ બંગાળ
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ તાજું પનીર
  2. 3 tbsp કન્ડેન્સ્ડ મિલ્ક
  3. 2 tbsp ડેસ્સીકેટેડ કોકોનટ
  4. 1 tbsp મીઠો મુખવાસ
  5. 10 નાગરવેલ પાન (ઝીણા સુધારેલા)
  6. 2 tbsp ગુલકંદ ( વૈકલ્પિક)
  7. સજાવટ માટે ચાંદી ના વરખ

સૂચનાઓ

  1. પનીર ને બ્લેન્ડર મા બ્લેન્ડ કરો.
  2. નોન સ્ટિક વાસણ માં પનીર, નાગરવેલ ના પાન, કન્ડેન્સ્ડ મિલ્ક, ડેસ્સીકેટેડ કોકોનટ ઉમેરો અને સરખી રીતે ભેળવો. ધીમા તાપ પર થોડી વાર કૂક કરો. સતત હલાવતા રહો.
  3. ત્યાં સુધી જ કૂક કરો જ્યાં સુધી બધું સરખું ભળી જાય અને કણક જેવું બની જાય. વધારે કૂક ના કરવું નહીં તો સંદેશ વાળવા માં તકલીફ થશે.
  4. પછી તેને બીજા વાસણ માં ફેરવી લો અને થોડું ઠંડુ થવા દો.
  5. થોડું ઠંડુ થાય એટલે મીઠો મુખવાસ ઉમેરી ફરી થોડું મસળો અને હળવાં હાથે સંદેશ બનાવો. ગુલકંદ ઉમેરવા ઇચ્છતા હોય તો મીઠા મુખવાસ સાથે ઉમેરી દેવું.
  6. ચાંદી ના વરખ થી સજાવવું. રેફરિજેટર માં ઠંડુ કરીને ઉપયોગ માં લેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર