હોમ પેજ / રેસિપી / ડ્રાય લેયર્ડ સમોસા રિંગ

Photo of Dry layered smosa ring by Urvashi Belani at BetterButter
438
2
0.0(0)
0

ડ્રાય લેયર્ડ સમોસા રિંગ

Nov-19-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાય લેયર્ડ સમોસા રિંગ રેસીપી વિશે

આ રેસીપી માં મગ ની દાળ નો સુકો મસાલો બનાવ્યો છે અને સમોસા ને નવા લેયર્ડ સમોસા રિંગ ના આકાર માં બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દિવાળી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 10

  1. લેયર માટે:
  2. 1 કપ મૈદો
  3. 1/4 ચમચી અજમો
  4. મુઠ્ઠી વળે એટલું તેલ નું મોણ
  5. સ્વાદાનુસાર નમક
  6. સુકો મસાલો બનાવવા માટે:
  7. 1 કપ મગ ની બાફેલી દાળ
  8. 2 ચમચી તેલ
  9. 2 થી 3 લવિંગ
  10. 1 નાનો ટુકડો તજ
  11. 1 ચમચી જીરું
  12. 1 ચમચી વરિયાળી
  13. 2ચમચી આખા ધાણા
  14. 2 ચમચી તલ
  15. 1/4 કપ સિંગદાણા
  16. 2 ચમચી લાલ મરચુ
  17. 1 ચમચી આમચૂર પાવડર
  18. 3 ચમચી દળેલી ખાંડ
  19. સ્વાદાનુસાર નમક
  20. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મેંદા માં નમક, અજમો, તેલ નાખી પાણી થી લોટ બાંધી તેને 1/2 કલાક ઢાંકી ને મૂકી દો.
  2. નોનસ્ટિક કઢાઈ માં તેલ નાખી મગ ની દાળ ને ધીમી આંચ પર 10 મિનિટ સેકી લો.
  3. તજ,લવિંગ, આખા ધાણા, વરિયાળી, તલ,જીરું અને સિંગદાણા ને મિક્સ કરી ધીમી આંચ પર સૂકું સેકી લેવું પછી મિક્સર માં પીસી લેવું.
  4. મગ ની દાળ માં પીસેલો મસાલો, નમક, લાલ મરચું, આમચૂર પાવડર અને દળેલી ખાંડ નાખી મિક્સ કરો.
  5. મૈદા નો લોટ લઈ તેમાંથી નાની પુરી વણો, તેની એક કિનારી પર નાનાં નાના કાપા પાડો.
  6. બીજી કિનારી પર મસાલો મૂકી રોલ વાળી ને બંને કિનારી પેક કરી લો.
  7. આ રીતે બધા સમોસા તૈયાર કરો.
  8. ગરમ તેલ માં મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર