હોમ પેજ / રેસિપી / કેરેમલ બાસુંદી ચોકલેટ હેઝલનટ સંદેશ શોટ્સ

Photo of Caramel Badundi Chocolate Hazelnut Sandesh Shots by Leena Sangoi at BetterButter
967
2
0.0(0)
0

કેરેમલ બાસુંદી ચોકલેટ હેઝલનટ સંદેશ શોટ્સ

Nov-20-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેમલ બાસુંદી ચોકલેટ હેઝલનટ સંદેશ શોટ્સ રેસીપી વિશે

બાસુંદી એક પ્રખ્યાત પરંપરાગત ભારતીય ડેઝર્ટ છે જે મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોમાં બનાવવામાં આવે છે.  આ ડેઝર્ટની ઘણી વિવિધતા તે દરેક વખતે નવી ટ્વિસ્ટ આપીને બનાવી શકાય છે. મેં કેરેમલ બાસુંદી બનાવી ને ચોકલેટ હેઝલનટ સંદેશ સાથે ટ્વિસ્ટ કરી ને chilled dessert બનાવવા ની કોશિશ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. કેરેમલ બાસુંદી માટે -૧ લિટર દૂધ
  2. ૨ ટેબલસ્પૂન આરારુટ પાવડર
  3. ૪ ટેબલસ્પૂન મિલ્ક પાવડર
  4. ૮ ટેબલસ્પૂન સાકર
  5. ૧ ચમચી એલચી પાવડર
  6. બદામ પિસ્તા સમારેલા
  7. ચોકલેટ હેઝલનટ સંદેશ માટે -૧ કપ છીણેલું પનીર
  8. ૨ ટેબલસ્પૂન મિલ્ક પાવડર
  9. ૨ ટેબલસ્પૂન પીસેલી સાકર
  10. ૧ ટેબલસ્પૂન હેઝલનટ પેસ્ટ
  11. ૨ ટેબલસ્પૂન ચોકલેટ ગનાશ
  12. સમારેલી બદામ ,હેઝલનટ ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. કેરેમલ બાસુંદી -૧ લિટર દૂધ ને ગરમ કરો.
  2. આરારુટ પાવડર માં ૨ થી ૩ ટેબલસ્પૂન ઠંડુ દૂધ ઉમેરી ને પેસ્ટ બનાવો.
  3. ગરમ દૂધમાં આરારુટ પેસ્ટ અને મિલ્ક પાવડર ઉમેરો.
  4. દૂધ ને મધ્યમ આંચ પર વચ્ચે વચ્ચે હલાવી ને ઉકાળો.
  5. હવે આપણે બાસુંદી માં સાકર નાખીશું પણ જરા અલગ રીતે.
  6. એક પેનમાં ૮ ટેબલસ્પૂન સાકર નાખી કેરેમલરાઈઝ કરો. તમે એક ચમચી પાણી ઉમેરી શકો અગર તમને લાગે કે સાકર પેન માં ચોટે છે.
  7. હવે આપણે કેરેમલ સુગર અને દૂધ મિક્સ કરીશું અને આપણી બાસુંદી મિનિટ માં તૈયાર .
  8. કેરેમલ મિક્સચર માં ઉકાળેલું દૂધ નાખો.
  9. દૂધ જરા વાર માં સેટલ થઈ જશે અને બાસુંદી નો લાઈટ brown કલર થશે.
  10. ૨ થી ૩ મિનિટ માટે બાસુંદી ઉકાળો.
  11. બાસુંદી ઘાટી અને સુગંધિત બનશે.
  12. એલચી પાવડર, સમારેલ બદામ પિસ્તા બાસુંદી માં ઉમેરો.
  13. કેરેમલ બાસુંદી ને ફ્રિજ માં ૨ થી ૩ કલાક માટે ઠંડી થવા દો.
  14. ઠંડી બાસુંદી નો ચોકલેટ હેઝલનટ સંદેશ સાથે આનંદ લો.
  15. ચોકલેટ હેઝલનટ સંદેશ -એક બાઉલમાં છીણેલું પનીર લો.
  16. મિલ્ક પાવડર અને પીસેલી સાકર પનીર માં મિક્સ કરો.
  17. હેઝલનટ પેસ્ટ અને ચોકલેટ ગનાશ નાખી પાછું મિકસ કરો.
  18. સંદેશ મિશ્રણ ફ્રિજ માં સેટ કરવા મૂકો.
  19. સેટ થઈ જાય એટલે મિશ્રણમાં થી રાઉન્ડ બોલસ બનાવો.
  20. એક શોટ્સ ગ્લાસ લો.
  21. કેરેમલ બાસુંદી નાખો.
  22. ઉપર ચોકલેટ હેઝલનટ સંદેશ બોલ મૂકો.
  23. બદામ ,હેઝલનટ થી ગાર્નિશ કરો.
  24. ફ્રિજ માં ઠંડુ કરવા રાખો.
  25. કેરેમલ બાસુંદી ચોકલેટ હેઝલનટ સંદેશ મહેમાનો ને ડેઝર્ટ તરીકે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર