હોમ પેજ / રેસિપી / લેફટઓવર ભાખરી કટલેસ

Photo of Leftover Bhakhri Cutlets by Mital Viramgama at BetterButter
0
3
0(0)
0

લેફટઓવર ભાખરી કટલેસ

Dec-03-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેફટઓવર ભાખરી કટલેસ રેસીપી વિશે

લેફટઓવર ભાખરી માંથી હેલ્થી કટલેસ બનાવીયા છે. બાળકો ના ટિફીન બોક્સ માં પણ આપી શકાય અને સોસ સાથે ગરમાગરમ નાસ્તા મા પણ સવઁ કરી શકાય.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • તળવું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. 1કપ ઠંડી વધેલી ભાખરી નો ભૂકો
 2. 1/4 બટેટા બાફી ને મેસ કરેલાં
 3. 2ટેબલ સ્પૂન લીલાં વટાણા પીસેલા
 4. 2ટેબલ સ્પૂન જીણુ ખમણેલું ગાજર
 5. 2ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોબી
 6. 2ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
 7. 1ટેબલ સ્પૂન રવો
 8. 2ટેબલ સ્પૂન લીલા ધાણા ભાજી સમારેલા
 9. 1/2સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
 10. 1/2સ્પૂન આદુ ની પેસ્ટ
 11. 1/2 લીંબુ નો રસ
 12. નીમક સ્વાદ અનુસાર
 13. 1/4ટી સ્પૂન લાલ મરચું
 14. તળવા માટે તેલ

સૂચનાઓ

 1. સૌથી પહેલાં ભાખરી નો મીકસર મા જીણો ભૂકો કરી લેવો
 2. પછી તે ભૂકા ની અંદર બટેટા બાફેલા,રવો અને બ્રેડ ક્રમસ નાંખી દેવા.
 3. પછી અંદર બધાં વેજીટેબલ આદુ મરચાં ની પેસ્ટ,લીંબુ નો રસ નીમક સ્વાદ અનુસાર નાખી બધું સરખાઇ થી મીક્સ કરી લો.
 4. હવે તેલ ગરમ કરવા મુકી દો
 5. કટલેસ ના મસાલાને સરખાઇ થી મસળી તેલ વાળો હાથ કરી ગોળ અથવા તમને ગમતા શેઇપની કટલેસ વાળી લેવી
 6. તેલ બરાબર ગરમ થઇ જાય એટલે કટલેસ ને ક્રિસ્પી તળી લેવાની.
 7. આવી રીતે બધી કટલેસ બનાવી ગરમાગરમ ચા અને સોસ સાથે સર્વ કરી શકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર