હોમ પેજ / રેસિપી / ગાજરનો હલવો

Photo of Carrot halva by Varsha Joshi at BetterButter
814
0
0.0(0)
0

ગાજરનો હલવો

Dec-04-2018
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજરનો હલવો રેસીપી વિશે

આ હલાવો શિયાળામાં ખાવા માટે ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. અને મેં આ હલવો ગાજર છિણ્યા વગર બનાવ્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • બાફવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. એક કિલો ગાજર
  2. ૨૫૦ ગ્રામ ખાડ
  3. અડધો લિટર દૂધ
  4. કાજુ બદામનો ભૂકો

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગાજરને ધોઈ અને છાલ ઉતારો
  2. ત્યારબાદ કૂકરમાં ગાજર અને થોડું દૂધ નાખી ૩ સીટી વગાડી બાફી લો
  3. એક કડાઈમાં બીજું વધેલું દૂધ અને ખાડ નાખી બરાબર ઊકાળી ચાસણી તૈયાર કરો
  4. ચાસણી તૈયાર છે
  5. ગાજર નુ બાફેલું મિશ્રણ તૈયાર થાય એટલે તેને બરાબર છૂદી લો
  6. હવે ગેસ ધીમો કરી ચાસણી વાળી કડાઈમાં ગાજરનુ છૂદેલુ મિશ્રણ ઉમેરો
  7. મિશ્રણને ૧૦ મિનિટ સુધી ઉકાળી તેમાં કાજુ બદામનો ભૂકો ઊમેરી હલાવો
  8. હવે બરાબર ઊકળી અને દૂધ બળી જાય એટલે એક ચમચી ઘી ઊમેરી ગેસ બંધ કરી દો
  9. બરાબર હલાવી હલવો બાઊલમા કાઢી લો
  10. ઊપર કાજુ બદામનો ભૂકો નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર