હોમ પેજ / રેસિપી / પોટેટો ક્રોકેટ્સ

Photo of Potato croqquetts by safiya abdurrahman khan at BetterButter
327
5
0.0(0)
0

પોટેટો ક્રોકેટ્સ

Dec-25-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો ક્રોકેટ્સ રેસીપી વિશે

આદું લસણ અને કાંદા વગરનું આ સ્ટાર્ટર તમે કિટ્ટી પાર્ટી મા બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાટા ૬
  2. મકાઈ નાં દાણા ૧/૨ કપ
  3. સમારેલ કોથમીર ૧ મોટી ચમચી
  4. ચીલી ફ્લેક્સ ૩/૪ નાની ચમચી
  5. બ્રેડ નો ભૂકો ૧ કપ+ રગદોળવા
  6. ચીઝ ૫૦ ગ્રામ લંબચૉરસ કટકા
  7. મેંદો ૨ મોટી ચમચી
  8. પાણી ૨ મોટી ચમચી
  9. મીઠુ સ્વાદ મુજબ
  10. તેલ તળવા

સૂચનાઓ

  1. બટાટાની કૂકર મા નાખી જરૂર મુજબ પાણી નાખી ૫ ૬ સિટી કરી બાફી લો.
  2. ઠંડુ થાય તો છોલી લઇ મસળી લો.
  3. મકાઈ નાં દાણા ને તપેલીમાં પાણી ઉમેરી બાફી લો.
  4. મિકસિન્ગ બોલ મા મસળેલ બટાટા, સમારેલી કોથમીર, ચીલી ફ્લેક્સ, બ્રેડ નો ભૂકો અને મીઠુ ઉમેરો.
  5. બધુ બરાબર ભેળવી ને લોટ જેવું દેખાય તેમ મિશ્ર કરો.
  6. તૈયાર મિશ્રણ માંથી થોડો ભાગ લઇ રોલ કરો,વચ્ચે ખાડો કરી ચીઝ ભરી ફરી બંદ કરો.
  7. મેંદામાં પાણી ઉમેરી પાતળી પેસ્ટ બનાવો, તૈયાર રોલ ને મેંદાના પેસ્ટમાં બોળી બ્રેડ નાં ભૂકામા રગદોળૉ.
  8. બધાં ક્રોકેટસ આ રીતે બનાવી લો.
  9. કડાઈમાં તેલ ગરમ કરી ક્રોકેટસને સોનેરી અને કરકરા તળી લો.
  10. લીલી ચટણી અને કેચપ જોડે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર