હોમ પેજ / રેસિપી / Chilli panner in noodles basket

Photo of Chilli panner in noodles basket by Urvashi Belani at BetterButter
854
12
0.0(1)
0

Chilli panner in noodles basket

Dec-27-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ચીલી પનીર માટે:
  2. 150 ગ્રામ પનીર (ચોરસ ટુકડાકરવા)
  3. 1/2 રેડ શિમલા મિર્ચ
  4. 1/2 પીળો શિમલા મિર્ચ
  5. 1/2 લીલો શિમલા મિર્ચ
  6. 3 લીલાં મરચાં (લાંબા કાપવા)
  7. 1 ડુંગળી (લાંબી કાપેલી)
  8. 1 ચમચી બારીક કાપેલું લસણ
  9. 1/2 ચમચી બારીક કાપેલું આદુ
  10. 1 ચમચી સોયા સોસ
  11. 1 ચમચી ચીલી સોસ
  12. 1/2 ચમચી વિનેગર
  13. 1/4 ચમચી કાલી મરી પાવડર
  14. સ્વાદાનુસાર નમક
  15. 1/2 ચમચી કોર્નફ્લોર ( 4 ચમચા પાણી માં ઓગળવું)
  16. 2 ચમચા તેલ
  17. પેસ્ટ બનાવવા માટે:
  18. 2 ચમચા કોર્નફ્લોર
  19. 3 ચમચા મેંદો
  20. 1/2 ચમચી સોયા સોસ
  21. 1/2 ચમચી ચીલી સોસ
  22. સ્વાદાનુસાર નમક
  23. મેરીનેશન માટે:
  24. 1 ચમચી કોર્નફ્લોર
  25. 1 ચમચી લસણ આદુ ની પેસ્ટ
  26. 1/4 ચમચી કાલી મરી પાવડર
  27. ચપટી નમક
  28. નુડલ્સ બાસ્કેટ બનાવવા માટે:
  29. 1 કપ બાફેલા હકકા નુડલ્સ
  30. 1 ચમચી કોર્નફ્લોર
  31. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. પનીર ચીલી બનાવવા માટે પનીર માં મેરીનેશન ની બધી સામગ્રી મિક્સ કરી તેને 15 મિનિટ માટે અલગ મૂકી દો.
  2. હવે પેસ્ટ બનાવવા ની બધી સામગ્રી ભેગી કરી પાણી વડે પેસ્ટ બનાવો અને પનીર ના એક એક ટુકડા ને આ પેસ્ટ માંથી ડીપ કરી ફ્રાય કરો.
  3. એક પેન માં તેલ ગરમ કરી આદુ, લસણ અને ડુંગળી નાખી 2 મિનિટ સાંતળો. પછી લીલા મરચા અને બધા શિમલા મિર્ચ નાખી2 મિનિટ સાંતળો.
  4. હવે સોયા સોસ, ચીલી સોસ ,નમક, કાળી મરી નાખી મિક્સ કરો.
  5. પનીર અને વિનેગર નાખી મિક્સ કરો. કોર્નફ્લોર પેસ્ટ નાખી હલાવી ગેસ બન્દ કરી દો.
  6. નુડલ્સ બાસ્કેટ બનાવવા માટે નુડલ્સ માં કોર્નફ્લોર નાખી મિક્સ કરી દો. હવે મોટી છલણી લઈ તેના પર નુડલ્સ ગોઠવો, પછી તેની અંદર નાની છલણી મૂકી ગરમ તેલ માં તળવા મુકો, ગોલ્ડન થાય ત્યાં સુધી તલવું.
  7. પનીર ચીલી ને બનાવેલા બાસ્કેટ ની અંદર મૂકી ટામેટા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mayuri Vora
Dec-27-2018
Mayuri Vora   Dec-27-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર