હોમ પેજ / રેસિપી / પંપકીન સૂપ (કોળું નું સૂપ)

Photo of PUMPKIN SOUP by Deepa Rupani at BetterButter
657
4
0.0(0)
0

પંપકીન સૂપ (કોળું નું સૂપ)

Jan-07-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંપકીન સૂપ (કોળું નું સૂપ) રેસીપી વિશે

કોળું એ બહુ જ સ્વાસ્થ્યવર્ધક ફળ છે. વિટામિન એ થી ભરપૂર એવા કોળા માં વિટામિન સી, ઇ, લોહતત્વ અને ફોલેટ છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માં ઉપયોગી છે અને કેલરી ઓછી હોવા ને લીધે વજન ઘટાડવા માં પણ મદદ થાય છે. આજે આપણે તેનું સૂપ બનાવીસુ. ગરમાગરમ સૂપ આવી ઠંડી માં તન માં ગરમાવો લાવી દે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ છાલ ઉતારી ને સુધારેલુ કોળું
  2. 1 નાનું ગાજર
  3. 1 નાનું ટામેટું
  4. 1 નાની ડુંગળી
  5. 4 કળી લસણ
  6. 1 tsp મરી પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 tbsp ક્રીમ ( વૈકલ્પિક)

સૂચનાઓ

  1. બધા શાક માં 2 કપ પાણી ઉમેરી કુકર માં 4 સીટી વગાડી લો.
  2. વરાળ નીકળે અને ઠંડુ થાય એટલે બ્લેન્ડ કરી લો.
  3. જરૂર લાગે તો ગાળી, 2 કપ પાણી , મરી પાવડર, મીઠું નાખી 5-7 મિનિટ ઉકાળો.
  4. છેલ્લે જો તમે ઈચ્છઓ તો ક્રીમ નાખી, ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર