હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ ઓનયન રીન્ગ

Photo of Stuffed onion ring by Hetal Sevalia at BetterButter
275
2
0.0(0)
0

સ્ટફ્ડ ઓનયન રીન્ગ

Jan-10-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ ઓનયન રીન્ગ રેસીપી વિશે

ક્રિસ્પી ન્યુ સ્ટાટૅર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 બોઈલ અને સ્મેસ બટાકા
  2. 4 ચમચી ચોપ કેપ્સિકમ
  3. 4 ચમચી મકાઈના દાણા
  4. 4 ચમચી કોથમીર
  5. 4 ચમચી ચોપ ગાજર
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 1/2 ચમચી મરી પાવડર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી લીલાં મરચાં
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ચમચી જીરું પાવડર
  12. 1 ચમચી ચીલી સોસ
  13. ચીઝ ના ટુકડા જરૂર મુજબ
  14. ડુંગળી જરૂર મુજબ
  15. 1 કપ ડ્રાય બ્રેડ ક્રમ્સ
  16. *** સ્લરી માટે:-
  17. 1 કપ મેંદો
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 1/2 ચમચી લાલ મરચું

સૂચનાઓ

  1. સૌપ્રથમ સ્લરી ની સામગ્રી ભેગી કરી મિડીયમ થીકનેસ ની સ્લરી બનાવો.
  2. એક બાઉલમાં બટાકા, ગાજર, મકાઈ,કેપ્સિકમ, મીઠું, ચાટ મસાલો, મરી પાવડર, લાલ મરચું, લીલાં મરચાં, ચીલી સોસ, કોથમીર, જીરું પાવડર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.
  3. હવે ડુંગળી ને આડી કરી વચ્ચે થી કાપો. સાચવીને રીન્ગ અલગ કરો.ઊભી ન કાપવી.
  4. થોડું સ્ટફિંગ રીન્ગ માં ભરો.ચીઝ નો પીસ મૂકી ફરી થી સ્ટફિંગ મૂકી દબાવી દો.
  5. સ્લરી માં ડીપ કરી બ્રેડ ક્રમ્સ માં રગદોળી લો.5 મિનિટ ફ્રીજમાં મૂકી દો
  6. ગોલ્ડન તળી લો. ઉપરથી ચાટ મસાલો છાટી મનપસંદ ડીપ અથવા મેયોનીઝ જોડે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર