હોમ પેજ / રેસિપી / રગડા સમોસા

Photo of Ragda samosa by Purvi Champaneria at BetterButter
556
2
0.0(0)
0

રગડા સમોસા

Mar-30-2019
Purvi Champaneria
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા સમોસા રેસીપી વિશે

નવસારી ની પ્રખ્યાત વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાફવું
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા વટાણા ૧ ૧/૨ કપ
  2. હળદર ચપટી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. બાફેલા બટાટા ૪-૫
  5. બાફેલા લીલા વટાણા ૧/૨કપ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. વરીયાળી પાવડર ૩ ચમચી
  8. આમચૂર પાવડર ૨ ચમચી
  9. લીલુ મરચું ૨ ચમચી
  10. ગરમ મસાલો ૧ ચમચી
  11. ચાટ મસાલો ૧ ચમચી
  12. ફુદીનાની પેસ્ટ ૩-૪ ચમચી
  13. બહાર નુ પડ બનાવવા
  14. મેંદો ૩૦૦ ગ્રામ
  15. મીઠું ચપટી
  16. મુઠ્ઠી પડતુ તેલ નું મોણ
  17. ૧ ચમચી અજમો
  18. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બટાટાને બાફીને છુંદી લો. લીલા વટાણા ને બાફી લો. વટાણા ને હળદર અને મીઠું નાખીને બાફી ને રગડો બનાવી લો. હવે બાફેલા બટાટા મા લીલા વટાણા અને બધા મસાલા, ફુદીનાની પેસ્ટ નાખી હલાવી લો.
  2. બહાર ના પડ માટે મેંદા મા મીઠું, અજમો,તેલ નુ મોણ મુકી લોટ બાંધી લો. ઢાંકી ને ૧/૨ કલાક રહેવા દો.
  3. હવે લોટ માંથી લુવો લઈ લંબગોળ વણી વચ્ચે થી કાપી લો
  4. હવે એક ભાગ લઈ બે કિનારી ચોટાડો.
  5. પૂરણ ભરી સમોસા તૈયાર કરી તળી લો.
  6. એક ડીશમાં સમોસા મૂકી રગડો નાખો. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર