હોમ પેજ / રેસિપી / કુકુમ્બર મિન્ટ કૂલર

Photo of Cucumber Mint Cooler by Neelam Barot at BetterButter
298
2
0.0(0)
0

કુકુમ્બર મિન્ટ કૂલર

Jun-08-2018
Neelam Barot
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુકુમ્બર મિન્ટ કૂલર રેસીપી વિશે

તાજી કાકડી, ફુદીનો, લીલું મરચું અને લીંબુ ના રસમાંથી બનાવેલ હેલ્થી અને સ્વાદથી ભરપૂર ઠંડુ પીણું જે ગરમી ની સીઝન માં સૌથી ઉત્તમ છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પીસવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 2

  1. કાકડી ઝીણી સમારેલી ૨ કપ
  2. ફુદીના ના પાન ૧૦
  3. લીંબુનો રસ ૧/૨ કપ
  4. લીલું મરચું ઝીણું સમારેલું ૧
  5. મરી નો પાવડર ૧/૨ ટી સ્પૂન
  6. મીઠું ૧ ટી સ્પૂન
  7. સપ્રાઇટ કોલ્ડડ્રિન્કસ ૨ ગ્લાસ
  8. ઝીણા સમારેલાં ફુદીનાં ના પાન ૫-૬
  9. ક્રશ કરેલો બરફ ૧ કપ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મિક્સર જારમાં કાકડી, ફુદીનાં ના પાન, લીલું મરચું નાંખી ક્રશ કરો.
  2. ત્યારબાદ મિશ્રણ ને ગાળી લો.
  3. મિશ્રણ માં લીંબુનો રસ, મીઠું, મરી પાવડર ઉમેરી મિક્સ કરો.
  4. મિશ્રણ ને ગ્લાસમાં રેડો અને ઉપર ક્રશ કરેલ બરફ અને ઝીણો સમારેલો ફુદીનો ઉમેરો.
  5. હવે ઉપરથી સપ્રાઇટ ઉમેરી હળવે હાથે સ્ટીક થી મિક્સ કરો.
  6. ઠંડુ ઠંડુ હેલ્થી પીણું તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર