Open in app

નાયલોન ખમણ

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  10 people
Dipika Ranapara12th Jun 2018

Naylon khaman ના વિશે

Ingredients to make Naylon khaman in gujarati

  • 1ગ્લાસ પાણી
  • 2ચમચી તેલ
  • 1ચમચી વાટેલા આદુમરચા
  • ચપટી હિંગ
  • 1,1/2 ચમચી લીંબુના ફૂલ
  • 1ચમચી સાજીનાં ફૂલ
  • મીઠું પ્રમાણસર
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • વધાર ની સામગ્રી
  • 2ટેબલ સ્પૂન તેલ
  • 1ટી સ્પૂન રાઇ
  • 1ટી સ્પૂન તલ
  • 4થી 5 લીલા મરચાં
  • 4ટી સ્પૂન ખાંડ
  • 4ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
  • 4ટી સ્પૂન કોપરાનું છીણ

How to make Naylon khaman in gujarati

  1. એક વાસણ માં પાણી મૂકી,કાંઠલો મૂકી,તેના પર સ્ટીલ ની થાળી તેલ ચોપડી ને મૂકવી. હવે,એ ક તપેલી માં એક ગ્લાસ પાણી લો.
  2. તેમાં આદુમરચા , મીઠું, તેલ નાખી બરાબર હલાવો.
  3. તેમાં સાજીનાં ફૂલ અને લીંબુના ફૂલ નાખી એક દિશા માં હલાવો.
  4. ચણાનો લોટ ઉમેરી એક બાજુ ખૂબજ હલાવી થાળી માં રેડી દેવું .તેનાં પર જે થાળી ઢાંકવાની હોય એને કપડું વીંટાળવુ.જેથી હવા બહાર ન જાય. ઉપર ભાર મૂકવો. 15 મીનીટ સુધી ગેસ પર રાખી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
  5. વઘાર માં તેલ ગરમ કરી તલ, રાઇ, નાખી લીલા મરચાં ઊભા સમારીને નાના કકડા કરી ને નાંખવા.
  6. 1,1/2કપ પાણી રેડીને ઉકળવા દો.ખાંડ નાખી બરાબર હલાવી લો.
  7. ખમણ ની થાળી ઠંડી થાય એટલે કાપાં પાડી લો અને વધારે રેડવો. તેના પર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવવું.

Reviews for Naylon khaman in gujarati (2)

Dharmistha Kholiya6 months ago

સાજી ના ફૂલ અને લીંબુ ના ફૂલ બંને એક જ કે અલગ અલગ..ઢોકળાં સરસ બન્યા છે

Neelam Barot6 months ago

ખૂબજ સુંદર અને સ્વાદિષ્ટ પણ

Recipes similar to Naylon khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes