હોમ પેજ / રેસિપી / મગની દાળ ના વડા

Photo of Lentils fritters by Dipika Ranapara at BetterButter
0
7
0(0)
0

મગની દાળ ના વડા

Jun-12-2018
Dipika Ranapara
420 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ ના વડા રેસીપી વિશે

પલાળેલી છોતરા વગર ની મગ ની દાળ ને અધકચરી પીસીને તેમા લીલા મરચાં સમારેલા અને સમારેલી ડુંગળી તથા મીઠું પ્રમાણસર અને જીરું નાખી બરાબર હલાવી તરત નાના નાના વડા વરસાદી વાતાવરણ મા ખાવાં ની મજા જ મજા...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 2કપ છોતરા વગર ની મગ ની દાળ
  2. પલાળવા માટે પાણી પ્રમાણસર
  3. મીઠું પ્રમાણસર
  4. 10 નંગ મીડિયમ સાઇઝ લીલા મરચાં ઝીણા સમારેલા
  5. 1ટી સ્પૂન જીરું
  6. 1 નંગ મોટી ડુંગળી ઝીણી સમારેલી
  7. ચપટી સોડા
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. મગની દાળ ધોઈ પાણી પ્રમાણસર નાખી 6 કલાક સુધી પલાળી પછી અધકચરી વાટી લો. વાટવા મા પાણી ન નાખવું.
  2. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર અને મીઠું તથા જીરું અને સોડા નાખી બરાબર હલાવી લો.
  3. તેલ ગરમ કરી તેમાં નાના નાના વડા તળી લો.
  4. તળેલા મરચાં અને ડુંગળી સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર