Photo of White Dhokla by Dimpal Patel at BetterButter
651
7
0.0(0)
0

ઈદડા

Jun-12-2018
Dimpal Patel
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈદડા રેસીપી વિશે

ગુજરાતી ડીશ કે જે બનાવવા માં ખૂબ સરળ છે અને ખાવામાં ખૂબ મજેદાર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા ૩ કપ
  2. અદડની દાળ ૧ કપ
  3. પલાળેલા પૌઆ ૧/૪ કપ
  4. લીલા મરચાં અને આદુની પેસ્ટ ૩ મોટી ચમચી
  5. હીગ ૧ નાની ચમચી
  6. ઈનો ૧ પાઉચ
  7. મીઠું ૧/૨ મોટી ચમચી
  8. લાલ મરચાં ની ભૂકી ૧ મોટી ચમચી
  9. કાળા મરી નો ભૂકો ૧ મોટી ચમચી
  10. તેલ ૧/૪ કપ

સૂચનાઓ

  1. ચોખા અને અદડની દાળને ૫ - ૬ કલાક પલાળવા.
  2. ચોખા , અદડની દાળ અને પલાળેલા પૌઆને મિક્સરમા વાટી લેવા. ફરીથી ૪ - ૫ કલાક માટે સાઈડમાં મૂકી રાખવું.
  3. પછી તેમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ , હીગ અને મીઠું ઉમેરવું.
  4. ઈદડા ના કુકરમાં પાણી ઉકાળવા મુકવુ. થાળીમાં તેલ લગાડવું.
  5. ઈદડા ના ખીરામાં ઈનોની પાઉચ ઉમેરી બરાબર હલાવવું થાળીમાં ખીરું રેડવું. ઉપરથી લાલ મરચાં ની ભૂકી અને મરી પાવડર ભભરાવો.
  6. કુકરમાં થાળી મૂકીને ૫ - ૬ મિનિટ માટે વરાળથી થવા દેવું
  7. થાળી બહાર કાઢયા પછી ઉપર તેલ લગાડી ને પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર