હોમ પેજ / રેસિપી / મસાલા કોન

Photo of Masala cone by Jyoti Adwani at BetterButter
936
8
0.0(0)
0

મસાલા કોન

Jun-13-2018
Jyoti Adwani
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા કોન રેસીપી વિશે

મસાલા કોન નું તો નામ પડતા જ મોમાં પાણી આવી જાય. ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 1 કેટોરી
  2. તેલ તળવા માટે અને મોઇન માટે
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૫ બટેટા બાફેલા
  5. વટાણા અડધી વાટકી બાફેલા
  6. ગરમ મસાલો ૧/૨ ટેબલ સ્પૂન
  7. ટૂટી ફૂટી ગાર્નિશીંગ માટે
  8. કોપરાનું છીણ 2 ટેબલ સ્પૂન
  9. આમલી ની ચટણી અડધી વાટકી જેટલી
  10. લીલી ચટણી અડધી વાટકી જેટલી
  11. હળદર ૧/૪ ટેબલ સ્પૂન
  12. લાલ મરચું 1 ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. પહેલા આપણે કોન માટેનો લોટ તૈયાર કરશુ.
  2. જેના માટે મેંદા માં ૧ ટેબલ સ્પૂન તેલ નું મોઇન અને સ્વાદ મુજબ નિમક નાખીને લોટ બાનધીસુ.અને લોટ ને ૧૦ મિનિટ્સ માટે રેસ્ટ આપીસુ.
  3. ત્યાં સુધી આપણે કોને માટેનો મસાલો રેડી કરીએ.
  4. મસાલા માટે કઢાઈ માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખીને તે ગરમ થતા જ તેમાં હળદર અને લાલ મરચું નાખીશું.
  5. હોવી તેમાં બાફેલા બટેટા ને છીણી ને એડ કરીશુ અને વટાણા પણ .
  6. હોવી તેમાં સ્વાદ મુજબ નિમક અને ગરમ મસાલો એડ કરીને માંસાલા ને સારી રીતે મિક્સ કારી લેસું.
  7. હોવી આપણે કોન બનાવા માટે લોટ માંથી એક લૂઉ લઈને રોટલી વણી લેસું.
  8. હોવે આ રોટલી ને વચ્ચે થઈ કાપીને ૪ ભાગ કરીશુ.
  9. તેમાંથી ૧ ભાગ લઈને કોન ની ફરતે વીંટી લેસું અને તેની કિનારી ને પાણી થઈ ચીપકડી લેસું.
  10. હવે બધા કોન રેડી કરીને તેલ માં ધીમા તાપે તળી લેસું.
  11. હવે કોન ને રેડી કરીએ તો સૌ પ્રથમ આપણે તેમાં બટેટા નો મસાલો ભરીસુ,ત્યારબાદ તેમાં આમલી ની ચટણી એડ કરીશુ,ત્યારબાદ લિલી ચટણી,પછી ટુતિફ્રુતી નાખીએ અને લાસ્ટ માં ખોપરનું છીણ સ્પ્રેડ કરીને કોન રેડી કરીશુ.
  12. તો લો તૈયાર છે આપણા ખુબજ સ્વાદિષ્ટ મસાલા કોન.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર