Open in app

પાલક પનીર પફ પિનવ્હીલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  150 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Urvashi Belani13th Jun 2018

Palak paneer puff pinwheel ના વિશે

Ingredients to make Palak paneer puff pinwheel in gujarati

  • 1/2 કપ છીણેલું પનીર
  • 1/2 કપ બારીક કાપેલી પાલક
  • 1 બારીક કાપેલી ડુંગળી
  • 2 બારીક કાપેલા લીલા મરચાં
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી ચાટ મસાલો
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • નમક(સ્વાદાનુસાર)
  • 2 ચમચી તેલ
  • પફ શીટ માટે:
  • 350 ગ્રામ મેંદો
  • 150 ગ્રામ નમક વગર નું માખણ
  • 1 ચમચી માખણ
  • નમક (સ્વાદાનુસાર)
  • 1/2 ચમચી અજમો

How to make Palak paneer puff pinwheel in gujarati

  1. પૂરણ ની સામગ્રી બનાવવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી જીરું નાખો. પછી ડુંગળી નાખી લીલાં મરચાં નાખો.
  2. 2 મિનિટ પછી પાલક નાખી ઢાંકી ને 2 મિનિટ સુધી સીમ આંચ પર પકાવો.
  3. પછી પનીર અને બધા મસાલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
  4. પફ શીટ બનાવવા માટે મેંદા માં નમક, અજમો,1 ચમચી માખણ નાખી મિક્સ કરો. પાણી નાંખી કઠણ લોટ બાંધી તેને 2 કલાક ઢાંકી ને મુકી દો.
  5. પછી લોટ ને સારી રીતે કુટી ને નરમ બનાવો.
  6. 150 ગ્રામ માખણ ના ચાર ભાગ કરો
  7. આખો લોટ લઈ તેને ચોરસ આકાર માં વણી ને તેના પર માખણ નો એક ભાગ લગાવી લિફાફા ની જેમ વણી લો.
  8. ફરી થી માખણ લગાવી વણી લો.
  9. આ રીતે ચાર વાર માખણ લગાવી વણવાનું છે.
  10. પછી ચારે બાજુ થી કીનારી કાપી લો અને વચ્ચે થી કાપી લંબચોરસ આકાર આપો.
  11. લંબચોરસ પફ શીટ પર પૂરણ મુકીને તેને ગોળ વાણી ને રોલ બનાવો.
  12. રોલ ની ગોળ સ્લીએસ કાપો.
  13. બેકિંગ ટ્રે માં તેલ લગાવી ધીરે થી પીનવ્હીલ મુકો.
  14. 180ડિગ્રી પર 20 થી 25 મિનિટ સુધી પ્રિહીટેડ ઓવેન માં બેક કરો
  15. ગરમા ગરમ ટોમેટો સોંસ સાથે સર્વ કરો.

Reviews for Palak paneer puff pinwheel in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak paneer puff pinwheel in gujarati

  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes
  • પાલક પનીર

    3 likes
  • પાલક પનીર

    1 likes
  • પાલક પનીર

    2 likes