Photo of Dhokla by Dipika Ranapara at BetterButter
931
5
0.0(0)
0

ઢોકળાં

Jun-13-2018
Dipika Ranapara
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળાં રેસીપી વિશે

ઢોકળાં એ સ્વાદિષ્ટ વાનગી છે. સવાર બપોર સાંજ કોઇ પણ સમયે ખાવાં ની મજા જ ઓર છે. ચ્હા પીતા પીતા સવાર હોય કે સાંજ ઢોકળાં સૌને ગમે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 3 કપ કણકી
  2. 1 કપ ચણાનો દાળ
  3. મીઠું પ્રમાણસર
  4. 1ટેબલ સ્પૂન વાટેલા આદુ મરચા લસણ
  5. તેલ
  6. 1ટી સ્પૂન સોડા
  7. 1 કપ દહી
  8. પાણી પ્રમાણસર

સૂચનાઓ

  1. કણકી અને ચણાનો દાળ ભેગા કરી ધોઈ લેવું, ત્યાર બાદ પાણી રેડીને આખી રાત પલાળી રાખો.
  2. સવારે ધોઇ અને વાટી લો. તેમાં દહી અને 1,1/2 ગ્લાસ પાણી ઉમેરી આ મીશ્રણ ને ઢાંકી ગરમ જગ્યાએ આથો લાવવા 4-5 કલાક મૂકો.
  3. હવે, વાટેલા આદુ મરચા લસણ નાખો, મીઠું અને હળદર નાખી બરાબર હલાવી લો.
  4. ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો.
  5. થાળી માં તેલ ચોપડી ઢોકળીયા માં મૂકો.
  6. હવે 1 કપ જેટલું ખીરૂ બીજી તપેલી માં લઇ તેમાં સોડા અને 1/2 ચમચી તેલ નાખી એક દિશા માં હલાવી લો અને થાળી માં રેડી દો.
  7. ઢોકળીયા નુ ઢાંકણ બંધ કરી 10 મીનીટ સુધી ગેસ પર રાખીને રાંધો. બધા ઢોકળાં આ રીતે બનાવો. પછી કટ કરી લસણ ની ચટણી કે તેલ સાથે ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર