હોમ પેજ / રેસિપી / બટેટા પૌહા:

Photo of bateka poha by Khushboo Doshi at BetterButter
405
7
0.0(0)
0

બટેટા પૌહા:

Jun-13-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા પૌહા: રેસીપી વિશે

શાહી બટેટા પૌહા જે એક સ્નેકસ મા બનાવી શકાય અેવી ડીશ છે મહારાષ્ટ્ર માં બનતી ફેમસ વાનગી છે.જેમાં કાંદા બટેકા શીંગ અને પૌહા મહત્વની સામગ્રી છે. આ પૌહા ખુબ ઈઝી તથા સરળ રીતે બનતી રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 3

  1. 200 gm - જાડા પૌહા
  2. 2 - નાના બટેકા
  3. 2 tsp - હળદર
  4. 1 tsp - રાઈ
  5. 3 to 4 tsp- ખાંડ
  6. 1 ચમચી જીરૂ
  7. 5 to 6 લીલા મરચાં
  8. 2 tbsp - કોથમીર
  9. 1નાનો- કાંદો
  10. 10 to 12 લીમડાંનાં પાન
  11. 1- લીંબુ
  12. 2 tsp- શીંગતેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કાણાં વાલા બાઉલમાં પૌહા લઈ બરાબર ધોઈ 1 થી 2 કલાક પલાળી રાખો.
  2. ત્યાર બાદ અેક ડીશમાં બટેકા,લીલા મરચાં,લીમડાંનાં પાન,લીંબુ અને કોથમીર બધુ કાપી રેડી કરી લો
  3. હવે અેક નોનસ્ટીક પેનમાં તેલ લો.તેમાં રાઈ નાખો અે ફુટી જાય પછી તેમાં જીરૂ ઉમેરો અે બ્રાઉન થાય એટલે તેમાં લીમડો અને લીલા મરચાં નાખો.
  4. તેમાં હવે ઝીણાં બટેકા કાપી નાખો. હળદર અને મીઠું નાખી હલાવી લો.
  5. બટેકા બરોબર ચઢી જાય અને યલ્લો કલર આવી જાય અેટલે તેમાં પૌહા નાખી હલાવો.
  6. હવે પૌહા બરાબર હલાવી લીધા બાદ જો કલર નહી લાગે તો ફરી હળદર અને સાથે ખાંડ નાખી હલાવો પછી તેમાં 2 ચમચી પાણી નાખી 5 મિનીટ પકાવો.
  7. હવે એક બાઉલ માં આ પૌહા ને મોલ્ડ કરી 2 મિનીટ બાદ સર્વીંગ પ્લેટ માં અનમોલ્ડ કરી લીલા મરચાં,કોથમીર,કાંદા તેમજ મારવાડી સેવ/તીખી ગાઠીયા સેવ થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.તો રેડી છે બટેટા પૌહા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર