હોમ પેજ / રેસિપી / રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.

Photo of resto. style french fries by Khushboo Doshi at BetterButter
571
7
0.0(0)
0

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.

Jun-13-2018
Khushboo Doshi
180 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય. રેસીપી વિશે

આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી. ઉપવાસ માટે બનાવવી હોય તો તેમાં કોર્નફ્લોર નાખવો નહી. અને સીંધવ મીઠા નો ઉપયોગ કરવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • શેલો ફ્રાય

સામગ્રી સર્વિંગ: 4

  1. 6-7 મોટા સાઈઝ ના બટેકા
  2. કોર્નફ્લોર
  3. મીઠુ/સિંધવ મીઠુ
  4. તળવા માટે તેલ
  5. મરી પાવડર
  6. સુરતી જીરાળુ
  7. લીંબુ
  8. સોસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મિડીયમ યાતો મોટા બટેટા બરોબર ધોઈ ને છાલ કાઢી લો.
  2. હવે તેની છાલ કાઢ્યા બાદ આ રીતે ચીપ્સ કાપી લો
  3. હવે આ ચીપ્સ ને કાપી એક બાઉલ માં લઈ બધુ પાણી કાઢી લઈ 2 કલાલ ફ્રીઝર માં મુકી દો.
  4. હવે 2 કલાકપછી ખાવીહોય ત્યારે કાઢી લો હવે તેમાંથી થોડી ચીપ્સ અલગ ડીશ માં લઈ ને તેમાં કોર્નફ્લોર અને મીઠું નાખો.
  5. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.ગરમ થઈ જાય એટલે તરત જ તેમાં ચીપ્સ તળવા નાખો.
  6. 10 મિનીટ જેટલુ વધુ ફ્લેમ રાખી તળો અને જો થોડી વધુ ક્રીસ્પ જોઈઅે તો ધીમા તાપે થવા દો. અનેએ ક્રીસ્પ અને લાઈટ બ્રાઉન કલર ની થાય એટલે એક ડીશ માં કાઢી લેવી.
  7. ડીશ માં નાખ્યા બાદ થોડુ તેલ નીતરી જાય પછી સર્વીંગ પ્લેટ માં સર્વ કરો. તેના પર મરી અને જીરાળુ સ્પરીંકલ કરી સર્વ કરો.. તો આજે જ રેસ્ટોરન્ટ જેવી ક્રીસ્પી ફ્રેન્ચ ફ્રાય ઘરે બનાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર