Open in app

ચીઝ બર્સ્ટ પુડલા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dharmistha Kholiya14th Jun 2018

Cheese burst pudla ના વિશે

Ingredients to make Cheese burst pudla in gujarati

  • પુડલા બેટર બનાવા ની સામગ્રી
  • 1 કપ ચણા નો લોટ
  • 1 કપ ઓટ્સ નો ભુક્કો
  • 1 કપ ઝીણી સમારેલી કોબી
  • 1 કપ ઝીણા સમારેલા ટમેટા
  • 1/2 કપ ઝીણા સમારેલા શિમલા મરચાં ( ઘોલર મરચું)
  • 1/૪ કપ છીણેલું ગાજર
  • 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
  • 1 નાની ચમચી ચીલી ફ્લૅક્સ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ગ્લાસ પાણી
  • પૂરણ ની સામગ્રી
  • 1 કપ નાના ટુકડા માં કાપેલી બ્રોકલી
  • 1/2 કપ શિમલા મરચાં ના ટુકડા
  • 1 નાની ચમચી ચીલી ફ્લૅક્સ
  • 1 નાની ચમચી ઓરેગેનો
  • 1 મોટો ચમચો ઓલિવ ઓઇલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 8 નંગ ચીઝ સ્લાઈસ
  • 1 કપ સોયા પનીર ના ટુકડા
  • 2 મોટા ચમચા ઓલિવ ઓઇલ ( પુડલા શેકવા)

How to make Cheese burst pudla in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલ માં પુડલા બેટર માં બતાવેલી બધી સામગ્રી એકઠી કરો.
  2. પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો.
  3. ઢાંકી ને 20 મિનિટ બાજુ પર રાખી દો.
  4. હોવી પુરણ બનવા માટે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  5. બ્રોકલી અને સિમલા મરચાં ના ટુકડા નાખીને હલાવી લો.
  6. મીઠું નાખીને મેળવી લો.
  7. હવે ધીમા તાપે ઢાંકણ લગાવીને પકાવો.
  8. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  9. 4 થી 5 મિનિટ પછી ચિલી ફ્લૅક્સ અને ઓરેગેનો નાખી ને મેળવી લો. પુડલા માટેનું પુરણ તૈયાર છે
  10. પુડલા બેટર ને બરાબર હલાવી લેશું.
  11. હવે નોનસ્ટિક પેન ને ગરમ કરો.
  12. થોડું તેલ લગાવીને 2 મોટા ચમચા જેટલું પુડલા બેટર નાખીને ચમચા થી ફેલાવી ને પુડલો બનાવી લો.
  13. ધીમા તાપ પર બંને બાજુ થોડું થોડું તેલ લગાવી શેકી લેશું.
  14. બંને બાજુ સરસ શેકાય જાય એટલે પુડલાની ઉપર અડધા ભાગ માં પુરણ પાથરીને ચીઝ અને પનીર ના ટુકડારાખો , પુડલાની વાળી ને પાછું બંને બાજુ થોડી સેંકેન્ડ માટે શેકી લેશું.
  15. તૈયાર છે ચીઝ બર્સ્ટ પુડલા
  16. નાના ટુકડા માં કાપીને કોઈ પણ ચટણી સાથે પીરસો

Reviews for Cheese burst pudla in gujarati (1)

Rani Soni6 months ago

Wah dear

Recipes similar to Cheese burst pudla in gujarati

  • ચીઝ

    3 likes
  • પુડલા

    4 likes
  • પુડલા

    1 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes