પનીર બ્રેડ બાસ્કેટ | Paneer Bread Basket Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  14th Jun 2018  |  
5 ત્યાંથી 3 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Paneer Bread Basket by Urvashi Belani at BetterButter
પનીર બ્રેડ બાસ્કેટby Urvashi Belani
 • તૈયારીનો સમય

  3

  Hours
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

9

3

પનીર બ્રેડ બાસ્કેટ વાનગીઓ

પનીર બ્રેડ બાસ્કેટ Ingredients to make ( Ingredients to make Paneer Bread Basket Recipe in Gujarati )

 • બ્રેડ માટે સામગ્રી
 • 1 કપ મૈદો
 • 100 મિલી નવશેકું પાણી
 • 1 ચમચી ડ્રાય યીસ્ટ
 • 1 ચમચી ખાંડ
 • સ્વાદ અનુસાર મીઠું
 • 2 ચમચી ઘી/ માખણ
 • પૂરણ બનાવવા માટે સામગ્રી
 • 1/2 કપ છીણેલું પનીર
 • 1 છીણેલી ચીઝ કયુબ
 • 1/4 કપ લાલ, લીલા અને પીળા કાપેલા શિમલા મિર્ચ
 • 1/2 કાપેલું ટામેટું
 • સ્વાદ અનુસાર મીઠું
 • 1/2 ચમચી ચીલી ફલકેસ
 • 1/2 ચમચી ઓરેગાનો
 • 1/4 ચમચી કાળી મરી પાવડર
 • 2 ચમચી સમારેલી કોથમીર
 • માખણ ની પેસ્ટ બનાવવા માટે સામગ્રી
 • 2 ચમચા માખણ
 • 1 ચમચો ટોમેટો સોસ
 • 1 ચમચો છીણેલું ચીઝ

How to make પનીર બ્રેડ બાસ્કેટ

 1. મેંદા માં મીઠું,યીસ્ટ, ખાંડ નાખી મિક્સ કરો, પછી પાણી થી નરમ લોટ બાંધો.
 2. લોટ માં ઘી/ માખણ નાખી 10 - 15 મિનિટ સુધી બરાબર મસળો. પછી ઢાંકી ને 2 કલાક ગરમ જગ્યા પર મૂકી દો.
 3. લોટ ફૂલી ને બે ગણો થઈ જશે, તેને ફરી થી થોડું મસળો.
 4. એલ્યુમિનિયમ ની નાની વાટકી પર તેલ લગાવી આ લોટ થી તેના પર બાસ્કેટ નો આકાર આપો.
 5. બધી બાસ્કેટ ને ઢાંકી ને 1/2 કલાક મુકી દો, જેથી તે ફરી થી ફૂલી જશે.
 6. હવે હળવે હાથે દૂધ નો બ્રશ બાસ્કેટ પર ફેરવી થોડા કાળા અને થોડા સફેદ તલ ભભરાવી દો.
 7. પછી પ્રીહીટ ઓવેન માં 200 ડિગ્રી પર 20 થી 25 મિનિટ બેક કરો.
 8. ઠંડુ થયા પછી વાટકી ને અલગ કરી દો.
 9. પૂરણ ની બધી સામગ્રી બરાબર મિક્ષ કરો.
 10. માખણ ની પેસ્ટ ની સામગ્રી પણ બરાબર મિક્ષ કરી દો.
 11. બ્રેડ ની બાસ્કેટ માં માખણ ની પેસ્ટ ને ફેલાવો પછી પૂરણ ભરી ટોમેટો સોસ સાથે સર્વ કરો.

My Tip:

બ્રેડ ની બાસ્કેટ માં મનગમતું પૂરણ ભરી સર્વ કરી શકો છો.

Reviews for Paneer Bread Basket Recipe in Gujarati (3)

Devi Amlania year ago

Very nice
જવાબ આપવો

Avani Desaia year ago

જવાબ આપવો

Ruchi Thackera year ago

ખુબ જ યમી
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો