હોમ પેજ / રેસિપી / Paneer Bread Basket

Photo of Paneer Bread Basket by Urvashi Belani at BetterButter
1735
9
0.0(3)
0

Paneer Bread Basket

Jun-14-2018
Urvashi Belani
180 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ભારતીય
  • બેકિંગ
  • માઈક્રોવેવિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ માટે સામગ્રી
  2. 1 કપ મૈદો
  3. 100 મિલી નવશેકું પાણી
  4. 1 ચમચી ડ્રાય યીસ્ટ
  5. 1 ચમચી ખાંડ
  6. સ્વાદ અનુસાર મીઠું
  7. 2 ચમચી ઘી/ માખણ
  8. પૂરણ બનાવવા માટે સામગ્રી
  9. 1/2 કપ છીણેલું પનીર
  10. 1 છીણેલી ચીઝ કયુબ
  11. 1/4 કપ લાલ, લીલા અને પીળા કાપેલા શિમલા મિર્ચ
  12. 1/2 કાપેલું ટામેટું
  13. સ્વાદ અનુસાર મીઠું
  14. 1/2 ચમચી ચીલી ફલકેસ
  15. 1/2 ચમચી ઓરેગાનો
  16. 1/4 ચમચી કાળી મરી પાવડર
  17. 2 ચમચી સમારેલી કોથમીર
  18. માખણ ની પેસ્ટ બનાવવા માટે સામગ્રી
  19. 2 ચમચા માખણ
  20. 1 ચમચો ટોમેટો સોસ
  21. 1 ચમચો છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. મેંદા માં મીઠું,યીસ્ટ, ખાંડ નાખી મિક્સ કરો, પછી પાણી થી નરમ લોટ બાંધો.
  2. લોટ માં ઘી/ માખણ નાખી 10 - 15 મિનિટ સુધી બરાબર મસળો. પછી ઢાંકી ને 2 કલાક ગરમ જગ્યા પર મૂકી દો.
  3. લોટ ફૂલી ને બે ગણો થઈ જશે, તેને ફરી થી થોડું મસળો.
  4. એલ્યુમિનિયમ ની નાની વાટકી પર તેલ લગાવી આ લોટ થી તેના પર બાસ્કેટ નો આકાર આપો.
  5. બધી બાસ્કેટ ને ઢાંકી ને 1/2 કલાક મુકી દો, જેથી તે ફરી થી ફૂલી જશે.
  6. હવે હળવે હાથે દૂધ નો બ્રશ બાસ્કેટ પર ફેરવી થોડા કાળા અને થોડા સફેદ તલ ભભરાવી દો.
  7. પછી પ્રીહીટ ઓવેન માં 200 ડિગ્રી પર 20 થી 25 મિનિટ બેક કરો.
  8. ઠંડુ થયા પછી વાટકી ને અલગ કરી દો.
  9. પૂરણ ની બધી સામગ્રી બરાબર મિક્ષ કરો.
  10. માખણ ની પેસ્ટ ની સામગ્રી પણ બરાબર મિક્ષ કરી દો.
  11. બ્રેડ ની બાસ્કેટ માં માખણ ની પેસ્ટ ને ફેલાવો પછી પૂરણ ભરી ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Devi Amlani
Sep-28-2018
Devi Amlani   Sep-28-2018

Very nice

Avani Desai
Sep-08-2018
Avani Desai   Sep-08-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર