હોમ પેજ / રેસિપી / Chilly Milly Khandvi

Photo of Chilly Milly Khandvi by Dharmistha Kholiya at BetterButter
709
10
0.0(3)
0

Chilly Milly Khandvi

Jun-14-2018
Dharmistha Kholiya
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ખાંડવી ના બેટર ની સામગ્રી
  2. 1/2 કપ ચણાનો લોટ
  3. 1 & 1/2 કપ છાશ
  4. 1 નાની ચમચી આદુ-મરચાની પેસ્ટ
  5. મીઠું જરૂર મુજબ
  6. 1 ચપટી હળદર
  7. ચિલી મિલી બનાવાની સામગ્રી
  8. 1/4 કપ ઝીણી સમારેલી કોબી
  9. 2 મોટા ચમચા ઝીણા સમારેલા શિમલા મરચાં
  10. 2 મોટા ચમચા ઝીણા સમારેલા ગાજર
  11. 1 નાની ચમચી સોયા સોસ
  12. 1 નાની ચમચી રેડ ચિલી સોસ
  13. 1 નાની ચમચી ગ્રીન ચિલી સોસ
  14. 2 મોટા ચમચા ટમેટા સોસ
  15. 1 નાની ચમચી તેલ
  16. 2 મોટા ચમચા પાણી
  17. 1/૨ નાની ચમચી મારી નો ભુક્કો
  18. વઘાર ની સામગ્રી
  19. 2 નાની ચમચી તેલ
  20. 2 નાની ચમચી તલ
  21. 2 મોટા ચમચા ઝીણી સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલ માં ખાંડવી બેટર ની બધી સામગ્રી એકઠી કરીને બરાબર મેળવી લઈશું.
  2. હવે બેટર ને નાના તપેલા માં કાઢી લઈશું.
  3. કુક્કર માં સ્ટેન્ડ રાખી ને દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીશું.
  4. ખાંડવી બેટર નું તપેલું સ્ટેન્ડ પર રાખી દઈશું.
  5. તપેલા ને રકાબી અથવા ડીશ થી ઢાંકી દો જેથી કુક્કર નું પાણી તપેલા માં ના જાય.
  6. કુકર બંધ કરીને 8 થી 9 સીટી થાય ત્યાં સુધી પકાવીને ગેસ બંધ કરીદો.
  7. કુકર ઠંડુ થાય એટલે ખાંડવી નું મિશ્રણ મુકેલી તપેલી કાઢીને બરાબર હલાવો.
  8. હવે આ મિશ્રણ ને થાળી ઉલટી કરીને પાથરી દો.
  9. થાળી ને 10 મિનિટ ઠંડી થવા દો.
  10. થાળી ઠંડી પડે ત્યાં સુધી ચિલી મિલી બનાવી લો.
  11. એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો.
  12. તેલ ગરમ થાય એટલે 1 મિનિટ કોબી, ગાજર અને શિમલા મરચાં ને સાંતળી લો.
  13. હવે બધા સોસ અને મરીનો ભુક્કો, પાણી નાખી ને બરાબર મેળવી લો.
  14. મીઠું નાખવાની જરૂર નથી કારણ કે બધા સોસ નાખવાથી મીઠા ની માત્રા બરાબર થય જાય છે.
  15. ગેસ બંધ કરીદો હવે ચિલી મિલી સ્પ્રેડ કરવા માટે તૈયાર છે.
  16. ખાંડવી ના મિશ્રણ પર ચિલી મિલી સ્પ્રેડ કરી દો.
  17. હવે ખાંડવી ના રોલ કરવા માટે 1 ઈંચ જેટલી જગ્યા રાખીને ઉભી લાઈન માં કાપા લગાવી દો.
  18. ખાંડવી ના રોલ વાળી લો.
  19. આવી રીતે બધા રોલ તૈયાર કરી લો.
  20. હવે વઘાર તૈયાર કરવા માટે વાઘરીયા માં તેલ ગરમ કરીને તલ નાખી ને તલ ફૂટે એટલે ગેસ બંધ કરી દો.
  21. ચાઇનીઝ સ્વાદ વાળી ખાંડવી બનાવી છે એટલે રાઇ કે લીમડા ની વઘાર માં જરૂર નથી.
  22. હવે ડીશ માં ખાંડવી રાખી ને ચમચી થી વઘાર રેડો.
  23. કોથમીર થી સજાવીને પીરસો.

સમીક્ષાઓ (3)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Nidhi Pandya
Dec-29-2018
Nidhi Pandya   Dec-29-2018

Rani Soni
Jun-23-2018
Rani Soni   Jun-23-2018

:ok_hand::ok_hand::ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર