હોમ પેજ / રેસિપી / રાઈસ ખીચુ રોઝ

Photo of Rice Khichu Rose by Rani Soni at BetterButter
1206
7
0.0(0)
0

રાઈસ ખીચુ રોઝ

Jun-14-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ ખીચુ રોઝ રેસીપી વિશે

પરંપરાગત ગુજરાતી રાઈસ ખીચુ (પાપડી નો લોટ) અે નાસ્તાે બનાવવો બહુ સરળ છે. ખિચુ વિવિધ રીતે તૈયાર કરી શકાય છે. મેં રોઝ નો આકાર આપયો છે. જો મહેમાનો ઘરે અચાનક આવી જાય, તો તમે ગુજરાતી ખીચુ નો આ આકાર આપી તેમને ખુશ કરી શકો છો.

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચોખા નો લોટ
  2. 3 કપ પાણી
  3. 1/2 ચમચી જીરૂ
  4. 2 લીલા મરચાં સમારેલાં
  5. 1 ચપટી પાપડ ખાર
  6. સ્વાદ મુજબ મીઠું
  7. તેલ 1 ચમચી
  8. ચીલી ફલેકસ 1 ચમચી
  9. કોથમીર સજાવવા

સૂચનાઓ

  1. સો પ્રથમ પાણીને ઉકળવા મૂકી ને તેમા
  2. મીઠૂ, જીરૂ ,પાપડ ખાર,લીલા મરચા ઉમેરી 3- 4 મિનિટ ઉકાળો.
  3. હવે ચોખા નો લોટ નાખી ને વેલણ થી સારી રીતે મિક્સ કરી પાપડી ના લોટ ને હલાવો.
  4. 10 મીનીટ ઢાંકણ ઢાંકી ને બફાવા દો.
  5. ગેસ બંધ કરો.
  6. તેલ વાળો હાથ કરી પાપડી ના લોટ માંથી નાના લૂઆ કરી ફટાફટ વણી લો.
  7. હવે અેક લૂઓ લઈ ગોળાકાર આકાર આપો. હવે
  8. બીજો લૂઓ લઈ તેની આજુબાજુ ચોંટાડતા જાવો.
  9. આમ બધા લૂઆ વણી રોઝ નું ફુલ બનાવો.
  10. ઉપર ચિલી ફલેકસ નાંખી
  11. કોથમીર થી સજાવો.
  12. તૈયાર છે ખીચુ રોઝ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર