Open in app

મકાઈ પાલક હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel14th Jun 2018

Corn Spinach Handvo ના વિશે

Ingredients to make Corn Spinach Handvo in gujarati

  • ચોખા ૧ કપ
  • ચણાની દાળ ૧/૨ કપ
  • તુવેરની દાળ ૧/૪ કપ
  • અદડની દાળ ૨ મોટી ચમચી
  • દહીં ૧/૨ કપ
  • પાલકની પયુરી ૧/૨ કપ
  • કાપેલી પાલક ૧/૪ કપ
  • બાફેલા મકાઈના દાણા ૧/૨ કપ
  • છીણેલી ગાજર ૧/૪ કપ
  • છીણેલી દૂધી ૧/૪ કપ
  • હળદર ૧ નાની ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ ૧ નાની ચમચી
  • ખાંડ ૧/૨ નાની ચમચી
  • ઈનોની પાઉચ ૧
  • તેલ ૧/૨ કપ
  • રાઈ ૨ નાની ચમચી
  • જીરું ૨ નાની ચમચી
  • તલ ૪ નાની ચમચી
  • હીંગ ૧/૪ નાની ચમચી
  • કઢી લીમડો ૧૦ - ૧૨ પાન

How to make Corn Spinach Handvo in gujarati

  1. ચોખા અને બધી દાળને ૪ - ૫ કલાક માટે પલાળી દેવી.
  2. મિક્સર જાર માં ચોખા અને બધી દાળને દહીં નાંખી વાટી લેવી. ફરી પાછું ૪ - ૫ કલાક માટે બેટરને સાઈડ પર મૂકી દેવું.
  3. બેટરમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , હળદર ,મીઠું અને ખાંડ ઉમેરવી.
  4. પછી તેમાં છીણેલી દૂધી , છીણેલા ગાજર , મકાઈના દાણા , કાપેલી પાલક અને પાલકની પયુરી બરાબર મિક્સ કરવી.
  5. એક પેણીમાં તેલ ગરમ કરી રાઈ નાંખવી. રાઈ તતડે પછી તેમાં જીરું , તલ કઢી લીમડો નાંખવો. પછી તેને બેટરમાં મિક્સ કરવું.
  6. બેટરમાં ઈનો બરાબર મિક્સ કરવો.
  7. બીજી પેનમાં તેલ ગરમ કરી રાઈ , જીરું ,તલ અને કઢી લીમડો નાંખવો. પછી તેમાં હાંડવાનુ બેટર પોર કરવું. ઉપર થોડા તલ ભભરાવવા.
  8. પેનને ઢાંકી ને હાંડવો બંને બાજુ કડક થાય એટલી વાર થવા દેવું.

Reviews for Corn Spinach Handvo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Corn Spinach Handvo in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • પાલક કઢી

    4 likes
  • પાલક ચાટ

    4 likes
  • મકાઈ વડા

    3 likes
  • પાલક પનીર

    914 likes