હોમ પેજ / રેસિપી / મકાઈ પાલક હાંડવો

Photo of Corn Spinach Handvo by Dimpal Patel at BetterButter
510
5
0.0(0)
0

મકાઈ પાલક હાંડવો

Jun-14-2018
Dimpal Patel
600 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ પાલક હાંડવો રેસીપી વિશે

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી ડીશ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા ૧ કપ
  2. ચણાની દાળ ૧/૨ કપ
  3. તુવેરની દાળ ૧/૪ કપ
  4. અદડની દાળ ૨ મોટી ચમચી
  5. દહીં ૧/૨ કપ
  6. પાલકની પયુરી ૧/૨ કપ
  7. કાપેલી પાલક ૧/૪ કપ
  8. બાફેલા મકાઈના દાણા ૧/૨ કપ
  9. છીણેલી ગાજર ૧/૪ કપ
  10. છીણેલી દૂધી ૧/૪ કપ
  11. હળદર ૧ નાની ચમચી
  12. લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  13. આદુ લસણની પેસ્ટ ૧ નાની ચમચી
  14. ખાંડ ૧/૨ નાની ચમચી
  15. ઈનોની પાઉચ ૧
  16. તેલ ૧/૨ કપ
  17. રાઈ ૨ નાની ચમચી
  18. જીરું ૨ નાની ચમચી
  19. તલ ૪ નાની ચમચી
  20. હીંગ ૧/૪ નાની ચમચી
  21. કઢી લીમડો ૧૦ - ૧૨ પાન

સૂચનાઓ

  1. ચોખા અને બધી દાળને ૪ - ૫ કલાક માટે પલાળી દેવી.
  2. મિક્સર જાર માં ચોખા અને બધી દાળને દહીં નાંખી વાટી લેવી. ફરી પાછું ૪ - ૫ કલાક માટે બેટરને સાઈડ પર મૂકી દેવું.
  3. બેટરમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , હળદર ,મીઠું અને ખાંડ ઉમેરવી.
  4. પછી તેમાં છીણેલી દૂધી , છીણેલા ગાજર , મકાઈના દાણા , કાપેલી પાલક અને પાલકની પયુરી બરાબર મિક્સ કરવી.
  5. એક પેણીમાં તેલ ગરમ કરી રાઈ નાંખવી. રાઈ તતડે પછી તેમાં જીરું , તલ કઢી લીમડો નાંખવો. પછી તેને બેટરમાં મિક્સ કરવું.
  6. બેટરમાં ઈનો બરાબર મિક્સ કરવો.
  7. બીજી પેનમાં તેલ ગરમ કરી રાઈ , જીરું ,તલ અને કઢી લીમડો નાંખવો. પછી તેમાં હાંડવાનુ બેટર પોર કરવું. ઉપર થોડા તલ ભભરાવવા.
  8. પેનને ઢાંકી ને હાંડવો બંને બાજુ કડક થાય એટલી વાર થવા દેવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર