હોમ પેજ / રેસિપી / બનાના પેનકેક

Photo of Banana pancake by Jyoti Adwani at BetterButter
575
7
0.0(0)
0

બનાના પેનકેક

Jun-14-2018
Jyoti Adwani
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના પેનકેક રેસીપી વિશે

બાળકો ની ભૂખ માટે ફટાફટ બની જાય અને હેલ્થી પણ બને એવી આ રેસિપી છે.આમાં મેં દૂધ અને કેળા બંને નો ઉપયોગકર્યો છે જે બાળકો માટે ખુબજ સારા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કેળું ૧
  2. દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન
  3. મેંદો ૫૦ ગ્રામ
  4. ઘઉં નો લોટ ૫૦ ગ્રામ
  5. ઘી શેકવા માટે
  6. બેકિંગ પોઉડર ૧/૨ ટેબલ સ્પૂન
  7. દૂધ ૧ ગ્લાસ
  8. વેનીલાઆઈસ ક્રીમ ૧ સ્કુપ
  9. મધ ૧ ટેબલ સ્પૂન
  10. ડ્રાય ફ્રુઇટ્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કેળા ને છોલીને દૂધ સાથે મિક્સચર માં ક્રશ કારી લો.
  2. હવે મેંદો,ઘઉં નો લોટ,દળેલી ખાંડ,બેકિંગ પાવડર ને સારી રીતે મિક્સ કરો.
  3. હવે તેમાં દૂધ જેમાં આપણે કેળું નાખીને ક્રશ કર્યું છે તે મિલાવી ને પેનકેક માટેનું ખીરું તૈયાર કરો અને ૧૦ મિન્ટસ માટે ઢાંકીને મૂકી દો.
  4. હોવી ૧૦ મિનિટ પછી તવા ને ગરમ કરી તેમાં થોડું ઘી લગાડી ને પેનકેક બનાવો.
  5. તેને ધીમા તાપે બંને બાજુ થી સેકી લો.અને એવી જ રીતે બધા પેનકેક તૈયાર કરી લો.
  6. હવે તેના પર વેનીલા આઈસ ક્રીમ,મધ,ડ્રાય ફ્રૂટ્સ નાખીને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર