ફાડા ખિચડી | Masala Broken Wheat Recipe in Gujarati

ના દ્વારા Hetal Shah  |  16th Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Masala Broken Wheat recipe in Gujarati, ફાડા ખિચડી, Hetal Shah
ફાડા ખિચડીby Hetal Shah
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

3

1

ફાડા ખિચડી વાનગીઓ

ફાડા ખિચડી Ingredients to make ( Ingredients to make Masala Broken Wheat Recipe in Gujarati )

 • વઘાર નું તેલ અને ઘી
 • ૨ લવિંગ
 • નાનો ટુકડો તજ
 • ૧ કપ ઘઉં નાં ફાડા
 • લસણ ની કળી, કાંદો, ટામેટું, ગાજર, કેપ્સિકમ, બટેટું, વગેરે બધું બારીક સમારેલું અને બધું મળી ને ૧/૨ કપ જેટલું માપ
 • ૩ થી ૩-૧/૨ પાણી
 • મીઠું અને સાકર સ્વાદ અનુસાર
 • હરદળ , લાલ મરચું પાવડર, થાણાજીરું અને ચપટી ગરમ મસાલો

How to make ફાડા ખિચડી

 1. કૂકર માં તેલ અથવા ઘી ગરમ મૂકો. (થોડું વધારે મૂકવું ઘઉં નાં ફાડા શેકવા જેટલું)
 2. તજ લવિંગ ને શેકવા.
 3. લવિંગ ફૂટ્યા પછી ૧ કપ ઘઉં નાં ફાડા નાખી બરાબર શેકો.
 4. ફાડા નો રંગ બદલાઈ આછો થઈ ફાડા ફૂટવા લાગે અને સુગંધ આવે એટલે મિક્સ સમારેલું શાક ઉમેરો અને થોડીવાર સાંતળો.
 5. પછી ૩ કપ પાણી નાખી મિક્સ કરો. (પાણી ની ગુણવત્તા નાં આધારે ઓછું વધતું પાણી નાખો)
 6. મીઠું અને સાકર સ્વાદ મુજબ ઉમેરો.
 7. સ્વાદ મુજબ હરદળ, લાલ મરચું , ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો.
 8. બરાબર મિક્સ કરો
 9. કુકર નું ઢાકણું બંધ કરી ૩ થી ૫ સીટી જરૂર મુજબ વાગવા દો
 10. ગેસ બંધ કરી કુક્કર ઠરે એટલે ગરમગરમ સર્વ કરો

My Tip:

શાક માં મકાઈ નાં દાણા પણ સારા લાગે. આ ખિચડી આમજ અથવા ઠંડા દહીં સાથે વધુ સારી લાગે. કુક્કર વગર છુટ્ટી પણ બનાવી શકાય.

Reviews for Masala Broken Wheat Recipe in Gujarati (1)

Prabhleen Kaur10 months ago

Yummy
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો