હોમ પેજ / રેસિપી / Masala Broken Wheat

Photo of Masala Broken Wheat by Hetal Shah at BetterButter
1525
6
0.0(1)
0

Masala Broken Wheat

Jun-16-2018
Hetal Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વઘાર નું તેલ અને ઘી
  2. ૨ લવિંગ
  3. નાનો ટુકડો તજ
  4. ૧ કપ ઘઉં નાં ફાડા
  5. લસણ ની કળી, કાંદો, ટામેટું, ગાજર, કેપ્સિકમ, બટેટું, વગેરે બધું બારીક સમારેલું અને બધું મળી ને ૧/૨ કપ જેટલું માપ
  6. ૩ થી ૩-૧/૨ પાણી
  7. મીઠું અને સાકર સ્વાદ અનુસાર
  8. હરદળ , લાલ મરચું પાવડર, થાણાજીરું અને ચપટી ગરમ મસાલો

સૂચનાઓ

  1. કૂકર માં તેલ અથવા ઘી ગરમ મૂકો. (થોડું વધારે મૂકવું ઘઉં નાં ફાડા શેકવા જેટલું)
  2. તજ લવિંગ ને શેકવા.
  3. લવિંગ ફૂટ્યા પછી ૧ કપ ઘઉં નાં ફાડા નાખી બરાબર શેકો.
  4. ફાડા નો રંગ બદલાઈ આછો થઈ ફાડા ફૂટવા લાગે અને સુગંધ આવે એટલે મિક્સ સમારેલું શાક ઉમેરો અને થોડીવાર સાંતળો.
  5. પછી ૩ કપ પાણી નાખી મિક્સ કરો. (પાણી ની ગુણવત્તા નાં આધારે ઓછું વધતું પાણી નાખો)
  6. મીઠું અને સાકર સ્વાદ મુજબ ઉમેરો.
  7. સ્વાદ મુજબ હરદળ, લાલ મરચું , ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો.
  8. બરાબર મિક્સ કરો
  9. કુકર નું ઢાકણું બંધ કરી ૩ થી ૫ સીટી જરૂર મુજબ વાગવા દો
  10. ગેસ બંધ કરી કુક્કર ઠરે એટલે ગરમગરમ સર્વ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Prabhleen Kaur
Jun-18-2018
Prabhleen Kaur   Jun-18-2018

Yummy

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર