હોમ પેજ / રેસિપી / પૌષ્ટિક ગ્રેનોલા બાર

Photo of Healthy Granola Bars by Kamal Thakkar at BetterButter
682
5
0.0(0)
0

પૌષ્ટિક ગ્રેનોલા બાર

Jun-16-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
9 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌષ્ટિક ગ્રેનોલા બાર રેસીપી વિશે

ઓટ્સ અને સુક્કા મેવા થી ભરપૂર એકદમ પૌષ્ટિક નાસ્તો.એક કપ દૂધ જોડે એક ગ્રેનોલા બાર સંપૂર્ણ નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 9

  1. ઓટ્સ ૨ કપ
  2. બદામ ૧/૨ કપ
  3. ખજૂર ૧/૨ કપ
  4. કિસમિસ ૧/૨ કપ
  5. તલ ૨ ટેબલ સ્પૂન
  6. માગજતરી ના બી ૨ ટેબલ સ્પૂન
  7. ગોળ ૧ કપ
  8. ઘી ૩ ટેબલ સ્પૂન
  9. વેનીલા એસ્સેન્સ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક પેન લઈને એમાં ઓટ્સ નાખો.ધીમે તાપે સેકી લો.
  2. થોડો રંગ બદલાય એટલે બીજા વાસણ માં કાઢી લો.
  3. હવે બદામ સેકી લો.
  4. પછી તલ અને માગજતારી ના બી સેકી લો.
  5. આ બધી શેકેલી સામગ્રી એક મોટા બોલ મેં ભેગું કરો.એમ ઠળિયા કાઢેલા અને ટુકડા કરેલા ખજૂર ઉમેરો.બદામ ના ટુકડા નાખો.
  6. એક પેન માં ઘી લો અને ગોળ ઉમેરો.
  7. ગોડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.વેનીલા એસ્સેન્સ ઉમેરો.
  8. હવે ઓટ્સ અને સૂકા મેવા નું મિશ્રણ ઉમેરો.
  9. બધુજ સરસ રીતે મિક્સ કરો એટલે ઘટ્ટ મિશ્રણ બનશે.
  10. હવે એક ગ્રીસ કરેલું બેકિંગ ટીન માં આ મિશ્રણ નાખો.
  11. દબાવાને એકદમ સમતોલ કરી દો.
  12. પ્રી હીટેડ ઓવન માં 10 મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર બેક કરો.
  13. ગ્રેનોલા બકે થઈ જાય એટલે એને થોડું ઠંડુ થવા દો.
  14. એના મનગમતા સાઈઝ ના ટુકડા કરો.
  15. દૂધ સાથે નાસ્તા માં આપો.નાના છોકરાઓ હોય કે ઓફિસે જનાર લોકો બધા માટે આ એક ખુબજ પૌષ્ટિક નાસ્તો છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર