હોમ પેજ / રેસિપી / બ્રોકલી કેસાડીઆ

Photo of Broccoli quesadilla by Urvashi Belani at BetterButter
177
6
0.0(0)
0

બ્રોકલી કેસાડીઆ

Jun-16-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રોકલી કેસાડીઆ રેસીપી વિશે

વધેલી રોટલી માંથી બનાવેલો ટેસ્ટી નાસ્તો....બાળકો ને મનગમતું...

રેસીપી ટૈગ

  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 વધેલી રોટલીઓ
  2. 1/ 2 કપ મોટુ મોટું સમારેલી બ્રોકલી
  3. 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન
  4. 1/4 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
  5. 2 કળી બારીક સમારેલું લસણ
  6. 1/4 ચમચી કાળી મરી પાવડર
  7. શેકવા માટે ઘી અથવા તેલ
  8. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. બ્રોકલી ને ઉકળતા પાણી માં નાખી, ગેસ બંદ કરી ઢાંકી ને 5 મિનિટ પાણી માં રહેવા દો પછી પાણી માંથી કાઢી ઠંડા પાણીમાં નાખી 2 મિનિટ રહેવા દો.
  2. બ્રોકલી ને પાણી માંથી કાઢી બારીક બારીક કાપી લો.
  3. બ્રોકલી માં સ્વીટ કોર્ન, ચીઝ, નમક,કાળી મરી પાવડર અને લસણ નાખી મિક્સ કરો.
  4. આ મિશ્રણને અડધી રોટલી ઉપર મૂકી, અડધી રોટલી ને વાળી દો.
  5. નોનસ્ટિક તવા પર અથવા ગ્રીલ પેન માં ઘી અથવા બટર નાખી રોટલી ને બંને બાજુ થી શેકી લો.
  6. હવે ગરમા ગરમ ટોમેટો સોંસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર