Open in app

બ્રોકલી કેસાડીઆ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Urvashi Belani16th Jun 2018

Broccoli quesadilla ના વિશે

Ingredients to make Broccoli quesadilla in gujarati

  • 2 વધેલી રોટલીઓ
  • 1/ 2 કપ મોટુ મોટું સમારેલી બ્રોકલી
  • 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન
  • 1/4 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
  • 2 કળી બારીક સમારેલું લસણ
  • 1/4 ચમચી કાળી મરી પાવડર
  • શેકવા માટે ઘી અથવા તેલ
  • સ્વાદાનુસાર નમક

How to make Broccoli quesadilla in gujarati

  1. બ્રોકલી ને ઉકળતા પાણી માં નાખી, ગેસ બંદ કરી ઢાંકી ને 5 મિનિટ પાણી માં રહેવા દો પછી પાણી માંથી કાઢી ઠંડા પાણીમાં નાખી 2 મિનિટ રહેવા દો.
  2. બ્રોકલી ને પાણી માંથી કાઢી બારીક બારીક કાપી લો.
  3. બ્રોકલી માં સ્વીટ કોર્ન, ચીઝ, નમક,કાળી મરી પાવડર અને લસણ નાખી મિક્સ કરો.
  4. આ મિશ્રણને અડધી રોટલી ઉપર મૂકી, અડધી રોટલી ને વાળી દો.
  5. નોનસ્ટિક તવા પર અથવા ગ્રીલ પેન માં ઘી અથવા બટર નાખી રોટલી ને બંને બાજુ થી શેકી લો.
  6. હવે ગરમા ગરમ ટોમેટો સોંસ સાથે સર્વ કરો.

Reviews for Broccoli quesadilla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Broccoli quesadilla in gujarati