BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચિકન મન્ચુરિયન

Photo of Chicken Manchurian by Sujata Limbu at BetterButter
85
401
0(0)
0

ચિકન મન્ચુરિયન

Aug-12-2015
Sujata Limbu
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • તળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ હાડકાં વગરનું ચિકન (૧ ઇંચ ટુકડાઓમાં કાપો)
  2. ૨ મોટી ચમચી કોર્નફ્લોર
  3. ૨ મોટી ચમચી મેંદો
  4. ૧ ઈંડુ (ફેંટેલુ)
  5. તળવા માટે જરૂરી તેલ
  6. ૧/૨ નાની ચમચી વાટેલું આદુ
  7. ૧/૨ નાની ચમચી વાટેલા મરચાં
  8. ૧/૨ નાની ચમચી વાટેલું લસણ
  9. ૧/૨ નાની ચમચી વાટેલા લીલા મરચાં
  10. મુઠ્ઠી ભરીને કાપેલી કોથમીર
  11. ૨૫૦ મિલી ચિકન સ્ટોક
  12. ૧૫ મિલી સોયા સૉસ
  13. ૧/૪ નાની ચમચી પીસેલા કાળા મરી
  14. ૧/૪ નાની ચમચી સાકર
  15. ૧/૪ નાની ચમચી અજીનોમોટો
  16. ૨ મોટી ચમચી કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરેલું (વધારાનો કોર્નફ્લોર ગ્રેવીને જાડી બનાવવા માટે)
  17. ૬૦ મિલી પાણી
  18. સજવવા માટે લીલી ડુંગળી (બારીક કાપેલા)

સૂચનાઓ

  1. એક વાટકા લો અને તેમાં નીચેની સામગ્રીઓ ભેળવો - ફેંટેલા ઈંડા સાથે કોર્નફ્લોર, મેંદો, મીઠું, મરી પાવડર. આ મિશ્રણને સારી રીતે ભેળવો.
  2. એક પછી એક ચિકનના ટુકડાને આ મિશ્રણમાં ભીંજવો. એક કડાઈમાં ગરમ કરેલા તેલમાં ચિકન જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. એકબાજુ પર મૂકી દો.
  3. એક વાસણમાં તેલ ગરમ કરો, આદુ લસણને જ્યાં સુધી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. આ મન્ચુરિયન સૉસ બનાવવાનું પહેલું પગલું છે.
  4. પછી તેમાં લીલા મરચાં અને કોથમીર ઉમેરો. એક મિનિટ માટે તળો.
  5. તાપ ઓછો કરી અને તેમાં ચિકન સ્ટોક, સોયા સૉસ, મીઠું, સાકર, મરી પાવડર અને અજીનોમોટો નાખો. તેને ઉકળવા દો અને ૫-૭ મિનિટ માટે ચડવા દો.
  6. અંતે પાણીમાં મિશ્રિત કોર્નફ્લોર ઉમેરો અને અને એક ઉકળો લાવો. મન્ચુરિયન સૉસમાં તળેલા ચિકન નાખો અને ૪-૫ મીનીટ માટે તેને ચડવા દો.
  7. એક પીરસવાના વાટકામાં તેને નાખી અને કાપેલી ડુંગળી સાથે સજાવો.
  8. ફ્રાઇડ રાઈસ અથવા નુડલ્સ સાથે ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર