Photo of Sandwich dhokla by Dharmistha Kholiya at BetterButter
488
5
0.0(1)
0

Sandwich dhokla

Jun-18-2018
Dharmistha Kholiya
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઢોકળાં ના બેટર ની સામગ્રી
  2. 250 ગ્રામ ચણા નો લોટ
  3. જરૂર મુજબ પાણી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1 ચપટી હિંગ
  6. 1 ચપટી હળદર
  7. 5 નાની ચમચી ખાંડ
  8. 1 નાની ચમચી લીંબુના ફૂલ
  9. 1 પાઉચ ઇનો ( ફ્રુટ સોલ્ટ)
  10. 1 કપ પાણી ઢોકળાં પર છાંટવા માટે
  11. વઘાર ની સામગ્રી
  12. 1 મોટો ચમચો તેલ
  13. 2 નાની ચમચી રાઈ
  14. 10 થી 12 લીમડા ના પાન
  15. 1 ચપટી હિંગ
  16. 1 મોટો ચમચો ખાંડ
  17. 1/2 કપ પાણી
  18. 3 લીલા મરચા ( નાના ટુકડા માં સમારેલા)
  19. અન્ય સામગ્રી
  20. 1/2 કપ કોથમીર ની ચટણી
  21. 1/2 કપ છીણેલું ચીઝ
  22. 1 મોટો ચમચો સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઢોકળાં ના બેટર માં આપેલી બધી સામગ્રી માંથી ઇનો સિવાય ની બધી સામગ્રી એક બાઉલ માં મેળવો.
  2. હવે જરૂર મુજબ પાણી ઉનેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો.
  3. હવે કડાઈ માં દોઢ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મુકો.
  4. પાણી માં સ્ટેન્ડ અથવા કાંઠો મુકો જેથી કડાઈ માં રાખેલું પાણી ઢોકળાં માં ના જાય.
  5. હવે થાળી ને તેલ લગાવી ને ચીકણી કરો.
  6. તૈયાર કરેલા ખીરા માં ઇનો નું પેકેટ નાખીને બરાબર હલાવો.
  7. જ્યાં શુધી ખીરા નો રંગ બદલાય જાય ત્યાં સુધી બરાબર હલાવો.
  8. હવે આ બેટર તેલ લગાવેલી થાળી માં રેડી દો.
  9. થાળી ને કડાઈ માં ઢાંકીને 12 મિનિટ માટે સ્ટીમ કરવા મુકો
  10. 12 મિનિટ પછી ઢોકળાં ની થાળી બહાર કાઢીને 5 મિનિટ ઠંડી પડવા દો.
  11. હવે ઢોકળાં પણ 1 કપ જેટલું પાણી રેડી દેશું.
  12. પછી ચોરસ આકાર માં ઢોકળાં ને કાપી લેશું.
  13. હવે વઘાર માટે વાઘરીયા માં તેલ ગરમ કરો.
  14. તેલ ગરમ થાય એટલે વઘાર ની સામગ્રી માં આપેલી બધી સામગ્રી નાખી દેશું.
  15. રાય તતળે એટલે ગેસ બંધ કરીને પાણી અને ખાંડ નાખીને મેળવી લેશું
  16. વધાર વાળું પાણી કાપેલાં ઢોકળાં પાર રેડી દેશું
  17. હવે એક ઢોકળાં પર એક નાની ચમચી જેટલું ચટણી અને થોડું ચીઝ ભભરાવી ને બીજા ઢોકળાં નો ટુકડો મૂકી દેશું
  18. એવી રીતે બધા ઢોકળાં તૈયાર કરીને ઢોકળાં ને વચ્ચે થી કાપી ને પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-23-2018
Rani Soni   Jun-23-2018

Wah

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર