Open in app

ઢોકલા મફિન્સ.....

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  600 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Dimpal Patel18th Jun 2018

Dhokla Muffins..... ના વિશે

Ingredients to make Dhokla Muffins..... in gujarati

  • ચણા ની દાળ ૨૫૦ ગ્રામ
  • ચોખા ૫૦ ગ્રામ
  • અદડની દાળ ૫૦ ગ્રામ
  • પલાળેલા પૌંઆ ૧/૪ કપ
  • છીણેલી ગાજર ૧/૪ કપ
  • પાલક પયુરી ૧/૪ કપ
  • લીલા મરચાં ની પેસ્ટ ૨ મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ ૧ મોટી ચમચી
  • હળદર ૧/૪ નાની ચમચી
  • હીંગ ૧/૨ નાની ચમચી
  • મીઠું સ્વાદનુસાર
  • ઈનો ૧ પેકેટ
  • તેલ ૨ મોટી ચમચી
  • ચીઝ ક્યુબ ૧
  • ઝીણા કાપેલા ગાજર , કેપ્સીકમ અને કાંદા ૧/૪ કપ

How to make Dhokla Muffins..... in gujarati

  1. ચણાની દાળ , ચોખા , અદડની દાળને ૪ - ૫ કલાક માટે પલાળવી.
  2. મિક્સરમાં બંને દાળ , ચોખા અને પલાળેલા પૌંઆ લઈ વાટી લેવુ. ફરીથી ૪ - ૫ કલાક માટે રહેવા દેવું.
  3. પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , હીંગ , છીણેલી ગાજર અને મીઠું મિક્સ કરવું.
  4. હવે આ મિક્ષણના બે ભાગ કરી દો. એક ભાગ માં પાલક પયુરી મિક્સ કરો.
  5. ઢોકળા ના કુકરમાં પાણી ગરમ કરવા મૂકવું. મફીનસ મોલ્ડ માં તેલ લગાવી દો.
  6. બંને બેટરમાં ઈનો મિકસ કરવો. મોલ્ડ માં ૧/૨ ભાગમાં યલો બેટર ભરીને ૧ મિનિટ માટે ઢોકળા કુકરમાં મૂકવા.
  7. પછી મોલ્ડ બહાર કાઢી તેની ઉપર પાલક બેટર પાથરવું. પછી કાપેલા શાકભાજી ભભરાવવા. તેની ઉપર ચીઝ છીણવું.
  8. ફરીથી મોલ્ડ ને કુકર માં ૪ -૫ મિનિટ માટે મૂકવા. તૈયાર છે મસ્ત મસ્ત ઢોકળા....
  9. કેચપ અને કોથમીર ની ચટણી સાથે પીરસવું.

Reviews for Dhokla Muffins..... in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla Muffins..... in gujarati

  • રવા ઢોકલા

    1 likes
  • ખાટા ઢોકલા

    0 likes
  • ઢોકલા ની ચીપ્સ

    4 likes
  • હરા ભરા રવા ઢોકલા

    4 likes
  • દિલ બહાર ઈનસ્ટન્ટ ઢોકલા

    0 likes