હોમ પેજ / રેસિપી / ઢોકલા મફિન્સ.....

Photo of Dhokla Muffins..... by Dimpal Patel at BetterButter
250
4
0.0(0)
0

ઢોકલા મફિન્સ.....

Jun-18-2018
Dimpal Patel
600 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકલા મફિન્સ..... રેસીપી વિશે

ઢોકલા નું એકદમ હેલ્ધી અને નવીન રૂપ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચણા ની દાળ ૨૫૦ ગ્રામ
  2. ચોખા ૫૦ ગ્રામ
  3. અદડની દાળ ૫૦ ગ્રામ
  4. પલાળેલા પૌંઆ ૧/૪ કપ
  5. છીણેલી ગાજર ૧/૪ કપ
  6. પાલક પયુરી ૧/૪ કપ
  7. લીલા મરચાં ની પેસ્ટ ૨ મોટી ચમચી
  8. આદુ લસણની પેસ્ટ ૧ મોટી ચમચી
  9. હળદર ૧/૪ નાની ચમચી
  10. હીંગ ૧/૨ નાની ચમચી
  11. મીઠું સ્વાદનુસાર
  12. ઈનો ૧ પેકેટ
  13. તેલ ૨ મોટી ચમચી
  14. ચીઝ ક્યુબ ૧
  15. ઝીણા કાપેલા ગાજર , કેપ્સીકમ અને કાંદા ૧/૪ કપ

સૂચનાઓ

  1. ચણાની દાળ , ચોખા , અદડની દાળને ૪ - ૫ કલાક માટે પલાળવી.
  2. મિક્સરમાં બંને દાળ , ચોખા અને પલાળેલા પૌંઆ લઈ વાટી લેવુ. ફરીથી ૪ - ૫ કલાક માટે રહેવા દેવું.
  3. પછી તેમાં લીલા મરચાં ની પેસ્ટ , આદુ લસણની પેસ્ટ , હીંગ , છીણેલી ગાજર અને મીઠું મિક્સ કરવું.
  4. હવે આ મિક્ષણના બે ભાગ કરી દો. એક ભાગ માં પાલક પયુરી મિક્સ કરો.
  5. ઢોકળા ના કુકરમાં પાણી ગરમ કરવા મૂકવું. મફીનસ મોલ્ડ માં તેલ લગાવી દો.
  6. બંને બેટરમાં ઈનો મિકસ કરવો. મોલ્ડ માં ૧/૨ ભાગમાં યલો બેટર ભરીને ૧ મિનિટ માટે ઢોકળા કુકરમાં મૂકવા.
  7. પછી મોલ્ડ બહાર કાઢી તેની ઉપર પાલક બેટર પાથરવું. પછી કાપેલા શાકભાજી ભભરાવવા. તેની ઉપર ચીઝ છીણવું.
  8. ફરીથી મોલ્ડ ને કુકર માં ૪ -૫ મિનિટ માટે મૂકવા. તૈયાર છે મસ્ત મસ્ત ઢોકળા....
  9. કેચપ અને કોથમીર ની ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર