હોમ પેજ / રેસિપી / પાલક નીં પેટીસ

Photo of Palak ki patties by Jigisha Jayshree at BetterButter
542
4
0.0(0)
0

પાલક નીં પેટીસ

Jun-19-2018
Jigisha Jayshree
16 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક નીં પેટીસ રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે. ખુબ સરસ સ્વાદ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • એર ફ્રાઈગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ કાપેલી પાલક
  2. ૨ કપ ઘઉ નો જાડો લોટ
  3. ૧ ચમચો બેસન
  4. અડધી ચમચી હળદર પાવડર
  5. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ચમચી ધાણા અને જીરું પાવડર
  8. અડધી ચમચી ગરમ મસાલા પાઉડર
  9. લીંબુ નો નો રસ સ્વાદ મુજબ
  10. તેલ
  11. તલ ૧ ચમચો
  12. ફણગાયેલા મગ ૧ ચમચો

સૂચનાઓ

  1. કાપેલી પાલક અને ફણગાવેલા મગ ને મિક્સરમાં વાટી લો.
  2. હવે તેમાં લોટ નાંખો પછી ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો. હવે લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  3. હવે જરૃર મુજબ પાણી નાખી ને લોટ બાંધો.
  4. પછી તેની પેટીસ બનાવી વરાળ થી બાફી લો.
  5. બફાય જાય તો ટૂથપીક ચેક કરો ચીપકે નહીં તો સમજવું બફાય ગય છે
  6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  7. પછી એક ચુટકી હીંગ નાંખો.
  8. તલ નાંખો
  9. પેટીસ નાંખી હલાવી લો.
  10. થોડી વાર ચઢવા દો પછી ડીસ માં કાઢી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર