Open in app

જુવાર કોબી ના મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Dr.Kamal Thakkar20th Jun 2018

Jowar cabbage muthiya ના વિશે

Ingredients to make Jowar cabbage muthiya in gujarati

  • જુવાર નો લોટ ૧ કપ
  • કોબી ૧ કપ
  • રવો ૧ મોટી ચમચી
  • દહીં ૨ મોટી ચમચી
  • તેલ ૧ મોટી ચમચી
  • આદુ,મરચા અને લસણ નું પેસ્ટ ૧ મોટી ચમચી
  • મીઠું સ્વાદાનુસાર
  • ગરમ મસાલો ૧/૨ નેની ચમચી
  • હિંગ ૧/૪ નેની ચમચી
  • લીલા ધાણા ૧ મોટી ચમચી
  • વઘાર માટે:
  • તેલ ૧ મોટી ચમચી
  • રાય ૧ નાની ચમચી
  • તલ ૧ નાની ચમચી

How to make Jowar cabbage muthiya in gujarati

  1. કોબી ને બસરિક સમારી લો અથવા ફૂડ પ્રોસેસર માં ચોપ કરો.
  2. એક મોટા વદન માં સમારેલું કોબી અને જુવાર નો લોટ લો.
  3. આમાં બધાજ મસાલા, આદુ મરચા અને લસણ નું પેસ્ટ,દહીં,તેલ ઉમેરો અને લોટ બાંધો.પાણી ની જરૂર નઈ પડે.
  4. હવે સ્ટીમર માં પાણી મૂકીને ગરમ કરો.એમ ચારણી મુકો .તેલ વાળા હાથ કરીને મુઠીયા બનવાને રાખો.
  5. સ્ટીમર નું ઢાંકણું બંદ કરીને લગભગ ૧૫ મિનિટ સ્ટીમ કરો.ઢોકળા તૈયાર થઈ જશે.
  6. આ ઢોકળા તમારે કાચા તેલ સાથે ખાવા હોય તો પણ ખવાય અને વઘાર કરવો હોય તો એના નાના પીસ કરો.
  7. વઘાર માટે તેલ મૂકીને એમાં રાય અને તલ નાખો.મુઠીયા ના ટુકડા પાર વઘાર કરીને હળવે હાથે હલાવો.
  8. ગરમાગરમ મુઠીયા લિલી ચટણી સાથે પીરસો.

Reviews for Jowar cabbage muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jowar cabbage muthiya in gujarati

  • દૂધી ના મુઠીયા

    5 likes
  • જુવાર ના રોટલા

    2 likes
  • દુધી ના મુઠીયા

    2 likes
  • દૂધી ના મુઠીયા

    1 likes
  • દાળભાત ના મુઠીયા

    2 likes
  • મેથી ના રસિયા મુઠીયા

    1 likes